હરિધામ સોખડામાં સેવક બાદ હવે સેવિકાનું મોત, અડધી રાતે પલંગ પરથી પડી ગયા

તાજેતરમાં હરિધામ સોખડામાં 69 વર્ષિય ગુણાતિત ચરણદાસ સાધુએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે હવે સોખડા હરિધામ મંદિરના સેવિકાનું પલંગ પરથી પડી જતાં મોત નિપજ્યું છે. સોખડાના આત્મીય કોલોનીમાં રહેતા 82 વર્ષના મૃદુલા જયેન્દ્ર શાહનું મોત નિપજ્યું છે. 
હરિધામ સોખડામાં સેવક બાદ હવે સેવિકાનું મોત, અડધી રાતે પલંગ પરથી પડી ગયા

રવિ અગ્રવાલ/વડોદરા :તાજેતરમાં હરિધામ સોખડામાં 69 વર્ષિય ગુણાતિત ચરણદાસ સાધુએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ત્યારે હવે સોખડા હરિધામ મંદિરના સેવિકાનું પલંગ પરથી પડી જતાં મોત નિપજ્યું છે. સોખડાના આત્મીય કોલોનીમાં રહેતા 82 વર્ષના મૃદુલા જયેન્દ્ર શાહનું મોત નિપજ્યું છે. 

હરિધામ સોખડામાં આત્મીય કોલોનીમાં સેવીકાઓના નિવાસમાં ગત રાત્રે આ બનાવ બન્યો છે. મોડી રાત્રે મૃદુલાબેન પલંગ પરથી પડી ગયા હતા. છેલ્લા 5 વર્ષથી મૃદુલા જયેન્દ્ર શાહ પેરાલીસીસ ગ્રસ્ત હતા. તેમને માથાના ભાગે અને નાકના ભાગે ઈજા પહોંચતા મોત નિપજ્યું છે. મંદિર તંત્રએ આ વિશે તાલુકા પોલીસને જાણ કરી હતી. ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. હવે આ મામલે પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામા આવી છે.

No description available.

તાજેતરમાં સેવકે આત્મહત્યા કરી હતી
હરિધામ સોખડામાં 69 વર્ષિય ગુણાતિત ચરણદાસ સાધુએ તાજેતરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પહેલા સ્વામીજીના મૃત્યુને કુદરતી મૃત્યુ ગણાવાયું હતું. જે બાદ હરિભક્તોએ તેમના પોસ્ટમોર્ટમનો આગ્રહ કર્યો હતો. પોસ્ટમોર્ટમ બાદ સ્વામીએ આત્મહ્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. ગુણાતીત સ્વામી ડિપ્રેશનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ હતું કે, સાધુના રૂમમાં ઝેડ આકારનો હૂક હતો, એમાં સાધુએ પોતાના ભગવા ગાતરિયાથી ગાળિયો બનાવ્યો હતો. ફાંસો ખાવા માટે ખુરશી ઉપર ડોલ અને એની ઉપર ઓશીકાના સહારો લઈને તેમણે આપઘાત કરી લીધો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news