વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ પરફેક્ટ માપ સાથે આ રીતે ઘરે બનાવો
Sev Usal Recipe : વડોદરાની ખાણીપીણીમાં પ્રખ્યાત સેવ ઉસળ ઘરે પણ બનાવી શકાય છે, બનાવવાની પરફેક્ટ રીત ખબર હોય તો એકદમ બજાર જેવી જ સેવ ઉસળ ઘરે બનશે
Trending Photos
Gujarati Food : ગુજરાતી ખાણીપીણીની વાત જ કંઈક અલગ છે. હાંડવો, ખાખરા, ખમણ, ઢોકળા, પાતરા, ભજીયા વગેરે જેવા નાસ્તા ગુજરાતની ઓળખ છે. પરંતુ વાત જ્યારે વડોદરાની ખાણીપીણી આવે ત્યારે અહીંનો સ્વાદ સાવ અલગ પડે છે. વડોદરાની ખાણીપીણી એટલે સેવ ઉસળ. સેવઉસળ એ વડોદરાની ઓળખ બની ગઈ છે. અહી ગલીએ ગલીએ નાંકે નાંકે સેવ ઉસળની લારીઓ પર ભીડ જામેલી હોય છે. સેવ ઉસળમાં સૌથી વધુ મહત્વની હોય છે, તેની તરી. જો તરી ટેસ્ટી ન હોય તો સ્વાદ બગડી જાય. ત્યારે જો તમે ચોસામાં તીખી તમતમટી સેવ ઉસળ ઘરે જ બનાવવા માંગો છો તો તમે આ રેસિપી ટ્રાય કરી શકો છો. સ્વાદિષ્ટ સેવ ઉસળ માટે પરફેક્ટ માપ હોવો જરૂરી છે. તેમજ સેવ તરી પણ યોગ્ય રીતે બનવી જોઈએ. તેથી આ રહી વડોદરાનું પ્રખ્યાત સેવ ઉસળ બનાવવાની પરફેક્ટ માપ સાથેની રીત.
સેવ ઉસળ બનાવવા જરૂરી સામગ્રી
સફેદ વટાણા ૧ કપ, તેલ ૪-૫ ચમચા, ૩-૪ ડુંગળીની પેસ્ટ, આદુ લસણની પેસ્ટ ૨ ચમચા, સેવ ઉસળનો ગરમ મસાલો ૧ ચમચી, હળદર પાઉડર ૧/૨ ચમચી, લીલી ડુંગળી સુધારેલી ૨-૩ નંગ, લાલ મરચું પાઉડર ૧ ચમચી, ધાણજીરૂ પાઉડર ૧ ચમચી, ૨ નંગ ટામેટાની પેસ્ટ, મીઠું ૧/૨ ચમચી
ઉસળની તરી બનાવવા જરૂરી સામગ્રી
તેલ ૪-૫ ચમચા, આદુ લસણની પેસ્ટ ૨ ચમચા, ડુંગળીની પેસ્ટ ૧ ચમચી, લાલ મરચું પાઉડર ૧ ચમચી, તીખું લાલ મરચું પાઉડર ૧/૨ ચમચી, હળદર પાઉડર ૧/૨ ચમચી, મીઠું ૧/૨ ચમચી, સેવ ઉસળનો ગરમ મસાલો ૧/૨ ચમચી, ટામેટાની પેસ્ટ ૨ ચમચી
સેવ તરીની તૈયારી માટે સામગ્રી
જાડી સેવ ૫૦ ગ્રામ, લીલી ડુંગળી સુધારેલી ૧ નંગ, ૧/૨ ચમચી સેવ ઉસળનો ગરમ મસાલો, તરી ૨ ચમચી, ૧/૨ લીંબુ નો રસ
આ રીતે બનાવો ટેસ્ટી સેવ ઉસળ
- 7 થી 8 કલાક પલાળેલા વટાણાને કૂકરમાં વટાણા લઈ તેમાં સ્વાદ મુજબ મીઠુ ઉમેરી પાંચથી છ સીટી થાય ત્યાં સુધી બાફીને સાઈડ પર મૂકી રાખો.
- સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. ડુંગળીની પેસ્ટ થોડી ચડે એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ નાખી હલાવો. હવે તેમાં સેવ ઉસળનો ગરમ મસાલો, લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા-જીરુ પાવડર અને મીઠું નાખી વ્યવસ્થિત શેકો.
- પછી તેમાં સમારેલી લીલી ડુંગળી નાખી હલાવો. લીલી ડુંગળીથી સ્વાદમાં વધારો થાય છે, જો લીલી ડુંગળી ના હોય તો ન વાપરો. પછી તેમાં ટામેટાની પેસ્ટ નાખી વ્યવસ્થિત તેલ છૂટું પડે ત્યાં સુધી શેકો.
- ટામેટાની પેસ્ટ શેકાઈ જાય પછી તેમાં બાફેલા વટાણા નાંખી બરાબર મિક્સ કરો.
- હવે તેમાં જરૂર મુજબ ૧/૨-૧ ગ્લાસ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ બંધ કરો. તૈયાર છે તમારી સેવ ઉસળ
પતિએ પત્નીની લાશ ડ્રમમાં ભરીને માતાજીનો પૂજાપાનો સામાન કહીને ચાર મજૂરો પાસેથી ઉઠાવી
તરી બનાવવાની રીત
તરી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણની પેસ્ટ નાંખી ધીમા તાપે શેકો. પછી તેમાં ડુંગળીની પેસ્ટ નાંખી શેકો. પછી તેમાં લાલ મરચું પાવડર અને દીકુ લાલ મરચું પાવડર હળદર પાવડર સેવ ઉસળ ગરમ મસાલો, મીઠું અને ૧-૨ ચમચી પાણી નાખી મિક્સ કરો. હવે તેમાં ટામેટાની પેસ્ટ નાખી તેને ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દો. તરી તૈયાર છે.
સેવ ઉસળનો મુખ્ય સ્વાદ તેની તરીથી આવે છે. તેથી તરી વગર સેવ ઉસળ ખાવાનો ટ્રાય ન કરતા, નહિ તો તે ફીક્કી લાગશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે