બાળકીના મૃતદેહને જોઇને પોલીસ જવાનોની આંખો ભીની થઇ, અનેક દિવસો સુધી જમી ન શક્યાં

શહેરના ચકચારી બાળકી દુષ્કર્મ કેસમાં પોલીસ તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. 6 વર્ષની બાળકીના અપહરણ દુષ્કર્મ બાદ બેસતા વર્ષના દિવસે પણ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કર્યા બાદ દુષ્કર્મના જધન્ય અપરાધને અંજામ આપનાર સાયકોકિલરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગુનાનો ભેદ ઉકેલનાર લોકલ ક્રાઇમબ્રાંચ1 તથા 2 આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 
બાળકીના મૃતદેહને જોઇને પોલીસ જવાનોની આંખો ભીની થઇ, અનેક દિવસો સુધી જમી ન શક્યાં

ગાંધીનગર : શહેરના ચકચારી બાળકી દુષ્કર્મ કેસમાં પોલીસ તપાસમાં અનેક ઘટસ્ફોટ થયા હતા. 6 વર્ષની બાળકીના અપહરણ દુષ્કર્મ બાદ બેસતા વર્ષના દિવસે પણ ત્રણ વર્ષની બાળકીનું અપહરણ કરી હત્યા કર્યા બાદ દુષ્કર્મના જધન્ય અપરાધને અંજામ આપનાર સાયકોકિલરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ગુનાનો ભેદ ઉકેલનાર લોકલ ક્રાઇમબ્રાંચ1 તથા 2 આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. 

જ્યારે ત્રણ વર્ષની બાળકીનો મૃતદેહ  અવાવરૂ જગ્યાએથી મળી આવ્યો ત્યારે આ દ્રશ્ય જોઇને સૌ અધિકારીઓની આંખો પણ ભીની થઇ હતી. પોલીસ અધિકારીઓને પણ એટલો આઘાત લાગ્યો કે અધિકારીઓ એક બીજા સાથે વાત કરી શક્યા નહોતા. અધિકારીઓ અનેક દિવસો સુધી આ આધાતમાંથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે જ્યારે બાળકીના મૃતદેહનું દ્રશ્ય સામે આવી જતું તો ઝાંબાજ અધિકારીઓની આંખો પણ થોડા સમય માટે ભીની થઇ ગઇ હતી. 

ગાંધીનગરના કલોલ સાંતેજ પોલીસ મથકની હદમાં બાળકો પરના વધી રહેલા ગુનાના કારણે પોલીસ કાર્યવાહી સામે સવાલો ઉઠ્યા હતા. સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લા પોલીસવડા મયુર ચાવડાએ આખરે લોકલ ક્રાઇમબ્રાંચ 1 અને 2 ને સમગ્ર કેસની તપાસ સોંપી હતી. આ ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પણ કામગીરી કરી રહ્યું હતું. આખરે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વિજયજી પોપટજી ઠાકોરને ઝડપી લીધો હતો. જો કે આરોપીને ઝડપવો એક ખુબ જ પડકારજનક કામગીરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news