અમદાવાદી યુવતીની જીવનસાથીની શોધ UK માં પૂરી થઈ, યુવક એવો મળ્યો કે...
મેટ્રો મોનીયલ સાઇટ પર જીવનસાથી શોધતી અમદાવાદની એક યુવતીનો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. જે યુવક મૂળ પુણેનો રહેવાસી હતો અને પોતે વર્ષોથી UK માં રહી તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો
Trending Photos
મૌલિક ધામેચા, અમદાવાદ: લગ્ન વાંછુક યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. અમદાવાદ શહેરમાં રહેતી યુવતીને મેટ્રો મોનીયલ સાઈડ પરથી જીવન સાથી શોધવું ભારે પડ્યું. યુવતીને એક યુવકે કરોડો રૂપિયાની ગિફ્ટ મોકલી હોવાની લાલચ આપી અલગ-અલગ ટેક્સ પેટે 22 લાખ જેટલા રૂપિયા પડાવ્યા હતા.
મેટ્રો મોનીયલ સાઇટ પર જીવનસાથી શોધતી અમદાવાદની એક યુવતીનો સંપર્ક અમોલ દલવી નામના યુવક સાથે થયો હતો. જે યુવક મૂળ પુણેનો રહેવાસી હતો અને પોતે વર્ષોથી UK માં રહી તેમજ ત્યાં ગ્લાસગો નામની સીટીમાં મોરીશન કન્ટ્રકશન લી. નામની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતો. આટલું જ નહીં યુવતીને કહેતો કે નાનપણથી પોતે UK માં આવી ગયેલ છે તે ભારતની છોકરી સાથે લગ્ન કરવા માગે છે. ભારતમાં રહેવા માગે છે.
આમ કહી ફરીયાદી સાથે ચેટ દ્વારા તેમજ વ્હોટસેપ ઓડીયો કોલીંગથી વાતચીત કરી તથા તેના ફોટાઓ મોકલી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોશો કેળવ્યો હતો. જોકે અહીંથી પ્રેમ પ્રકરણ શરૂ થયું અને બાદમાં યુવતીનો વિશ્વાસ કેળવવા આરોપીએ UK થી પાર્સલ મોકલેલું. જે UK ની કરન્સી છે જે ભારતીય ચલણ પ્રમાણે બે કરોડ જેટલી થાય અને આ પાર્સલ છોડાવવા પૈસા ભરાવ્યાં.
પહેલા તો આરોપીઓએ મુંબઇ કસ્ટમ વિભાગમાંથી બોલાતા હોવાનું જણાવી UK થી પાર્સલ આવેલ છે તેવું ફરીયાદીને જણાવ્યું. તેમજ આરોપીઓએ મુંબઇ બ્રિટીશ એમ્બેસીની ઓળખ આપી અમોલ દલવી વતી પાર્સલ છોડાવી આપશે તેમ કહીને અલગ-અલગ ચાર્જીસ પેટે રૂપિયા 21,79,500 બેંક એકાઉન્ટમાં ભરાવ્યા હતાં. જો કે આ અંગે યુવતી એ પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમેં દિલ્હી થી ઇરફાનખાન નામના આરોપીને ઝડપી લીધો છે.
(પોલીસે આરોપીની ધરપકડ કરી)
પોલીસ તપાસમાં ફરીયાદીના બેંક એકાઉન્ટમાંથી પકડાયેલા આરોપીના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી 9 લાખ 75 હજાર રૂપિયા ફ્રોડના નાણા જમા થયા હોવાનું સામે આવ્યું હતું. છેતરપિંડી આચરનાર આરોપીએ પોતાના આધાર કાર્ડમાંથી તેના વતનનું એડ્રેસ બદલી ગૌતમબુધનગર નોઈડાનું કરાવ્યું હતું.
ત્યારબાદ આ આધારકાર્ડ ઉપર તેમણે એક નવું સીમ કાર્ડ ખરીદ્યું હતું. જો કે, ફરિયાદીના ફ્રોડના નાણા મેળવવા માટે બેંકોમાં એકાઉન્ટો ખોલાવી નવું સીમ કાર્ડ લીધેલા નંબર પર એકાઉન્ટ રજીસ્ટર કરાવી ફ્રોડ કર્યાની કબુલાત કરી હતી. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આ ગુનામાં અન્ય કેટલા આરોપીઓ સંડોવાયેલા છે તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે