GUJARAT CORONA UPDATE: રાજ્યમાં કોરોના એક્ટિવ કેસ 100 ને પાર, એક પણ મોત નહીં; જાણો આજના નવા કેસ
GUJARAT CORONA UPDATE: કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીનાં કુલ 40,250 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Trending Photos
ગાંધીનગર: ગુજરાતમાં આજે કોરોનાના નવા 04 કેસ નોંધાયા છે તો બીજી તરફ 32 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,074 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીનાં કુલ 40,250 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
હાલ રાજ્યમાં કુલ 126 એક્ટિવ કેસ છે. જો કે એક પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તો બીજી તરફ 126 નાગરિકો સ્ટેબલ છે. 12,13,074 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10,942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે એક પણ નાગરિકનું કોરોનાને કારણે મોત નથી નિપજ્યું જે રાહતના સમાચાર કહી શકાય. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1 અને સુરતમાં 1 કોરોના કેસ નોંધાયો છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 909 નાગરિકોને રસીનો પ્રથમ અને 9301 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 178 ને રસીનો પ્રથમ અને 1427 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 8685 નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. 12-14 વર્ષના નાગરિકો પૈકી 3361 ને રસીનો પ્રથમ અને 16389 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 40250 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,67,12,412 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે