ગુજરાતનાં ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકાવવાની માંગ કરી, SCએ સરકારને નોટિસ ફટકારી

સુપ્રીમ કોર્ટે શુક્રવારે અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રોન પ્રોજેક્ટથી પ્રભાવિત ખેડૂતોની અરજી અંગે ગુજરાત સરકાર અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને (NHSRCL) નોટિસ ફટકારી છે. જમીન માટે વધારે વળતરની માંગ કરી રહેલા ખેડૂતો બુલેટ ટ્રેન યોજના અટકાવવા માંગે છે. જો કે આજે સુપ્રીમ કોર્ટે એવો કોઇ આદેશ આપ્યો નથી. આ મુદ્દે આગામી સુનવણી 20 માર્ચે થશે. 
ગુજરાતનાં ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટકાવવાની માંગ કરી, SCએ સરકારને નોટિસ ફટકારી

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રોન પ્રોજેક્ટથી પ્રભાવિત ખેડૂતોની અરજી અંગે ગુજરાત સરકાર અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને (NHSRCL) નોટિસ ફટકારી છે. જમીન માટે વધારે વળતરની માંગ કરી રહેલા ખેડૂતો બુલેટ ટ્રેન યોજના અટકાવવા માંગે છે. જો કે આજે સુપ્રીમ કોર્ટે એવો કોઇ આદેશ આપ્યો નથી. આ મુદ્દે આગામી સુનવણી 20 માર્ચે થશે. 

જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરુદ્ધ બોઝની બેન્ચે સુનવણી કરતા કેન્દ્ર, ગુજરાત સરકાર અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનને (NHSRCL) નોટિસ ઇશ્યુ કરી. અરજી ગુજરાતનાં અમૃતભાઇ પટેલ સહિત અનેક ખેડૂતો દ્વારા સંયુક્ત રીતે દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાઓ દ્વારા કપિલ સિબ્બલ, સંજય પારેખ અને કામિની જયસ્વાલ વકીલ તરીકે હાજર થતા ગુજરાત હાઇકોર્ટનાં 19 સપ્ટેમ્બર, 2019નાં ચુકાદાને પડકાર્યો હતો. 

ગુજરાત હાઇકોર્ટે ખેડૂતોની અરજી ફગાવી દીધી હતી. ખેડૂતોની માંગ હતી કે તેમની જમીનની માર્કેટ અનુસાર વળતર આપવામાં આવે, ન કે સરકારી દર (જંત્રી) અનુસાર. ખેડૂતોની આ માંગને હાઇકોર્ટે ફગાવી દીધી હતી. બીજી તરફ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત હાઇકોર્ટનાં ચુકાદાનો બચાવ કર્યો હતો. બુલેટ ટ્રેન વડાપ્રધાન મોદીના ખુબ જ મહત્વકાંક્ષી પ્રોજેક્ટો પૈકીનો એક છે. આ પ્રોજેક્ટને 2024 સુધીમાં પુર્ણ કરવાનું લક્ષ્યાંક છે. જો કે આ લક્ષ્ય હવે અશક્ય જેવો લાગી રહ્યો છે. બુલેટ ટ્રેન (Bullet train) પ્રોજેક્ટનાં રસ્તામાં અનેક પ્રકારનાં અવરોધો છે. સરકાર નિશ્ચિત સમય સીમામાં પરિવર્તન કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news