Rajula Gujarat Chutani Result 2022: કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડ્યા ભાજપે, અંબરીશ ડાર હાર્યા
Rajula Gujarat Chunav Result 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી રાજુલા બેઠક પર ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે. સતત ચાર ટર્મથી ભાજપ જીતતું આવ્યું છે. જોકે ગત ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે.
Trending Photos
Rajula Gujarat Chunav Result 2022: રાજુલા બેઠક પર ભાજપના હિરાભાઈ સોલંકીએ અંબરીશ ડેરને હરાવી દીધા છે. 10 હજાર કરતા વધુ મતની સરસાઈથી તેઓ જીત્યા છે. રાજુલા બેઠક અમરેલી જિલ્લામાં આવે છે. આ બેઠક 1962માં અસ્તિત્વમાં આવી. રાજુલા બેઠક પર કોળી મતદારોનું વર્ચસ્વ છે. સાથે જ નાઘેર આહિર જ્ઞાતિ અને પંચોળી આહીર જ્ઞાતિના મતદારોનો પ્રભાવ વધારે છે. અહીંયા અત્યાર સુધી 13 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 5 વખત બીજેપી અને 8 વખત કોંગ્રેસે વિજય મેળવ્યો છે.
રાજુલા વિધાનસભા બેઠકઃ
રાજુલા વિધાનસભા બેઠક પર આ વખતે મુકાબલો વધારે રોમાંચક બનશે તેવું લાગી રહ્યું છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાશે તે નક્કી છે. રાજુલા બેઠક હાલમાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. કેમ કે 2017માં કોંગ્રેસે આ બેઠક પરથી 12,719 મતથી વિજય મેળવ્યો હતો. આ બેઠક પર કુલ 2 લાખ 74 હજાર 696 મતદારો છે. જેમાં 1 લાખ 41 હજાર 477 પુરુષ મતદારો છે. જ્યારે 1 લાખ 33 હજાર 219 મહિલા મતદારો છે. જ્યારે 8 અન્ય મતદારો છે.
2022ની ચૂંટણીઃ
સાવરકુંડલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે 2017ના સિટીંગ ધારાસભ્ય અંબરીશ ડેરને ટિકીટ આપી છે. તો ભાજપે હીરા સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ આ બેઠક પર ભરત બલદાણીયાને ટિકીટ આપીને મુકાબલો ત્રિપાંખિયો બનાવી દીધો છે.
2017ની ચૂંટણીઃ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017માં રાજુલા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના અંબરીશ ડેરનો વિજય થયો હતો. તેમણે ભાજપના હીરા સોલંકીને પરાજય આપ્યો હતો. અંબરીશ ડેરને 83,818 મત મળ્યા હતા.જ્યારે ભાજપના હીરા સોલંકીને 71.099 મત મળ્યા હતા. અંબરીશ ડેરનો 12,719 મતથી વિજય થયો હતો.
2012ની ચૂંટણી:
વર્ષ 2012માં સાવરકુંડલા બેઠક પર ભાજપે હીરા સોલંકીને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે બાબુભાઈ રામને ટિકીટ આપી હતી. જેમાં ભાજપના હીરા સોલંકીને 75,447 મત મેળવ્યા હતા. જ્યારે કોંગ્રેસના બાબુભાઈ રામને 56,737 મતથી સંતોષ માનવો પડ્યો હતો. હીરા સોલંકીનો 18,710 મતથી વિજય થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે