માર્કેટ યાર્ડ ખૂલતા જ ખેડૂતોને આશા જાગી, મગફળીના ઈચ્છા મુજબ ભાવ મળ્યા

માર્કેટ યાર્ડ ખૂલતા જ ખેડૂતોને આશા જાગી, મગફળીના ઈચ્છા મુજબ ભાવ મળ્યા
  • ખેડૂતોનું કહેવુ છે કે, પોષણક્ષમ ભાવ નહિ પણ ખર્ચ નીકળવો જરૂરી છે 
  • મગફળીની મબલક આવક, ભાવ 1050 થી 1350 થઈ
  • રાજસ્થાનમાં લોકડાઉનમાં 500 મજૂરો પરત ન આવતા વાવણીમાં તકલીફ

ગૌરવ દવે/રાજકોટ :કોરોનાના કેસમાં આંશિક ઘટાડો થતા રાજ્ય સરકાર દ્વારા માર્કેટ યાર્ડ ખોલવામાં આવ્યા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ ખૂલતા ખેડૂતો ખેત ઉત્પાદનો વેચવા આવી રહ્યા છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ હતી. મગફળીના ભાવ 1050 થી 1350 પ્રતિ મણ ઉપજ્યો છે.

રાજકોટ બેડી માર્કેટ યાર્ડના કમિશન એજન્ટ એસોસિએશનના પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, 500 જેટલા શ્રમિકો રાજસ્થાનમાં લોકડાઉન હોવાથી ફસાયા છે. જેને કારણે હજુ પણ અનેક જણસી શરૂ કરવામાં આવી નથી. જોકે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા છે. આંશિક પ્રતિબંધોમાં યાર્ડ બંધ હતા ત્યારે ખેડૂતોના ખેતરે જણસી ખરીદી કરવા વેપારીઓ જતા હતા, ત્યારે ઓછા ભાવ મળતા હવે યાર્ડ શરૂ થતાં ખેડૂતોને સારા ભાવ ઉપજી રહ્યા છે. 

  • મગફળીના ભાવ 1050 થી 1350
  • તલ સફેદ - 1250-1700
  • તલ કાળા - 1650-2600
  • કપાસ - 1250 - 1450
  • લસણ - 600 - 1100

આ પણ વાંચો : માસાની વાસનાનો ભોગ બનેલી કિશોરીને ન્યાય મળ્યો, કોર્ટે આજીવન કેદની સજા ફટકારી 

ખેડૂત અને દલાલોનો મત્ત અલગ-અલગ

વેપારીઓનું કહેવું છે કે, માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ સારા મળી રહ્યા છે. પરંતુ રાજસ્થાનમાં લોકડાઉન હોવાથી અનેક મજૂરો ફસાયા છે. જેને કારણે હાલ યાર્ડમાં ઘઉં, ચણા, તુવેર, અડદ સિવાયની તમામ જણસીની આવક શરૂ કરી છે. જ્યારે ખેડૂતોનું કહેવું છે કે, વાવણીની સીઝન છે અને ખેડૂતોને રૂપિયાની જરૂરિયાત હોવાથી ખેડૂતો જણસ વેચી રહ્યા છે. પોષણક્ષમ ભાવ મળે છે તેવું ન કહેવાય પરંતુ ખેતરમાં ઉત્પાદન પાછળનો ખર્ચો નીકળી રહ્યો હોવાનું ખેડૂતો માની રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news