ગુજરાતમાં દારૂબંધી તેમ છતાં સરકારી હોસ્પિટલોમાં હવે પહોંચી વિદેશી દારૂની બોટલ, જુઓ VIDEO

ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં અવારનવાર દારૂ મળવાના અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે સરકારી હોસ્પિટલોમાં પણ હવે અંગ્રેજી શરાબની બોટલ પહોંચી ગઈ છે. શું અહીં પણ દારૂ પીવાતો હશે તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

ગુજરાતમાં દારૂબંધી તેમ છતાં સરકારી હોસ્પિટલોમાં હવે પહોંચી વિદેશી દારૂની બોટલ, જુઓ VIDEO

મુસ્તાક દલ/જામનગર: ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સરકારી જીજી હોસ્પિટલમાંથી અંગ્રેજી શરાબની ખાલી બોટલ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. જી.જી.હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ 3 પાસે કચરાની પેટીમાંથી અંગ્રેજી શરાબની ખાલી બોટલ મળી આવી છે.

ગુજરાતમાં દારૂબંધી છે, તેમ છતાં અવારનવાર દારૂ મળવાના અનેક ઘટનાઓ સામે આવી છે. ત્યારે સરકારી હોસ્પિટલોમાં પણ હવે અંગ્રેજી શરાબની બોટલ પહોંચી ગઈ છે. શું અહીં પણ દારૂ પીવાતો હશે તેવા પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં અંગ્રેજી શરાબની બોટલ ક્યાંથી પહોંચી તે હાલ સળગતો સવાલ છે. 

મહત્વનું છે કે, એક જાગૃત નાગરીકે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને સરકારી જીજી હોસ્પિટલમાંથી અંગ્રેજી શરાબની ખાલી બોટલનો સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલા જામનગરના એસટી ડેપોમાં એસટી વિજીલન્સની ટીમ દ્વારા બસનુ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જેમાંથી ઇંગ્લીશ દારૂની 55 બોટલ મળી આવતા સીટી એ પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news