સૌરાષ્ટ્રમાં કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર, નેવી, NDRF અને એરફોર્સની મદદ લેવાશે

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હાલાર પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સતત 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તંત્ર પણ દોડતું થયું છે. ગાંધીનગર ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા તત્કાલ બેઠક આયોજીત કરવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હજી પણ 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા તાબડતોબ પગલા ઉઠાવાઇ રહ્યા છે. 
સૌરાષ્ટ્રમાં કોઇ પણ સ્થિતીને પહોંચી વળવા માટે તંત્ર તૈયાર, નેવી, NDRF અને એરફોર્સની મદદ લેવાશે

હિત્તલ પારેખ/ ગાંધીનગર : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને હાલાર પંથકમાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ સતત 2 દિવસથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તંત્ર પણ દોડતું થયું છે. ગાંધીનગર ખાતે રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા તત્કાલ બેઠક આયોજીત કરવામાં આવી હતી. સ્થાનિક અધિકારીઓ સાથે પણ સંકલન સાધવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, હજી પણ 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાને પગલે તંત્ર દ્વારા તાબડતોબ પગલા ઉઠાવાઇ રહ્યા છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 212.71 MM વરસાદ નોંધાયો છે. કુલ વરસાદનાં 25 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત 4 તાલુકામાં તો સિઝનનો 100 ટકા વરસાદ વરસ્યો છે. ખંભાળીયામાં 141 ટકાથી પણ વધારે વરસાદ પડ્યો છે. 16 તાલુકામાં 100 MM થી વધારે વરસાદ 24 કલાકમાં નોંધાયો છે. 7 તાલુકામાં 75 થી 100 ટકા જેટલો વરસાદ થઇ ચુક્યો છે. 25 ડેમ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યનાં 205 ડેમમાંથી 12 ડેમ 100 ટકા જેટલા ભરાયા છે. 6 ડેમ ઓવરફ્લો થયા છે. 17 નાની નદીઓ પણ ઓવરફ્લો થયો છે. 

આ ઉપરાંત તંત્ર દ્વારા 2 દિવસમાં 1162 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જો વધારે જરૂર પડશે તો વધારે ફોર્સ અને સ્થળાંતર બંન્ને કરવામાં આવશે. 9 NDRF ની ટીમ પણ તહેનાત કરવામાં આવી છે. 1047 લોકોને આશ્રય સ્થાન પર રાખવામાં આવ્યા છે. જામનગરનાં જોડીયામાંથી વરસાદને કારણે ફસાયેલા લોકોને બચાવાયા છે. ધ્રોલમાં હાલ બચાવ કામગીરી ચાલી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે હજી આગામી 24 કલાક મહત્વના છે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં એક વ્યક્તિનું ડુબી જવાને કારણે કાલે મોત નિપજ્યું હતું. જ્યારે આઝે રાજકોટમાં કાર ડુબી જવાને કારણે એકનું મોત નિપજ્યું છે. જિલ્લા તંત્ર દ્વારા સીએમ રિલીફ ફંડમાંથી સહાય અપાશે. સામાન્ય રીતે 4 લાખની સહાય થાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news