રશિયન સાધ્વીને લાગ્યો હિન્દુ સનાતન ધર્મનો રંગ, આવી પહોંચ્યા ભવનાથના મેળામાં

Junagadh Bhavnath Melo : ભવનાથના મેળામાં વિદેશી સાધુ સંતોનું આગમન થઈ રહ્યું છે... રશિયન સાધ્વી અન્નપૂર્ણા ગૌરીએ જુનાગઢને તપોભૂમિ ગણાવી

રશિયન સાધ્વીને લાગ્યો હિન્દુ સનાતન ધર્મનો રંગ, આવી પહોંચ્યા ભવનાથના મેળામાં

Junagadh Bhavnath Melo : જુનાગઢ દત્ત અને દાતારની ભૂમિ પર ભવનાથના અતિ પાવન શિવરાત્રી મેળામાં રશિયન સાઘ્વીનું આગમન થયું હતું. રશિયન સાધ્વી પર હિન્દુ સનાતન ધર્મનો રંગ ચઢેલો જોવા મળ્યો. મહાશિવરાત્રિના પર્વને બે દિવસ બાકી છે, ત્યારે મેળામાં ભક્તો નું ઘોડાપૂર જૉવા મળી રહ્યું છે.

જૂનાગઢના ભવનાથના અતિ પાવન અને પૌરાણિક એવા મહાશિવરાત્રીની શરૂઆત થતા જ દૂર દૂરથી નાગા સાધુઓ ભવનાથ પંથકમાં આવી પહોંચયા છે. ભજન, ભોજન, ભક્તિ અને ભાવિકોનો સંગમ એવો મહાશિવરાત્રીનો મેળો 15 થી 18 ફેબ્રુઆરી દરમિયાન યોજાય રહ્યો છે. સાધુ સંતો પોતાના ધુણા ધખાવવાની તૈયારીમાં હાલ લાગી ગયા છે. મહાશિવરાત્રીના મેળામાં ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત પરંતુ વિદેશથી પણ સાધુ સંતોનું આગમન થતું હોવાના વિગતો મળી રહી છે. એવા જ એક મૂળ રશિયાના સાધ્વી ભવનાથના મેળામાં આવી પહોચ્યા છે. તેઓએ ભવનાથની પાવન ભૂમિને અધ્યાત્મ ભૂમિ ગણાવી અને સનાતન ધર્મના મહત્વ વિશે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. 

રશિયન સાધ્વી અન્નપૂર્ણા ગૌરીએ હિન્દુ સનાતન ધર્મના ગુણગાન ગાયા. તેઓએ જણાવ્યું કે, સનાતન ધર્મ શાંતિના માર્ગે ચાલનારો ધર્મ છે. તેઓએ જૂનાગઢને તપોભૂમિ ગણાવી હતી. મહાશિવરાત્રીના મેળામાં નાગા સાધુઓ મેળાના ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને મેળામાં પધારતા હોય છે ત્યારે કાશીથી આવેલા રઘુનાથ ગીરી સાધુએ પણ શિવરાત્રિનું જૂનાગઢ માટેનું આગવું મહત્વ જણાવ્યુ હતુ. 

આ પણ વાંચો : 

ગીરીવર ગિરનારની ગોદમાં મહાશિવરાત્રીના મેળો ચાલી રહ્યો છે. ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની મા અંબાના નિજ મંદિર ઉપર ધ્વજારોહણ સાથે મેળાનો પ્રારંભ કરાયો હતો. ગિરનારની યાત્રા કરવા આવતા તમામ ભાવિકોની યાત્રા સુખરૂપ સંપન્ન થાય તેવી માતાજીને પ્રાર્થના કરાઈ હતી આ પ્રસંગે મંદિરના મહંત તનસુખગીરી બાપુની નિશ્રામાંમંદિરના પૂજારીઓએ ધજાજીનું પૂજન કરી અને ધજાને નિજ મંદિરના શિખર ઉપર લહેરાવી હતી.

તો બુધવારે શિવરાત્રી મેળા પૂર્વે ભવનાથમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. ભવનાથમાં ૧૫૦થી વધુ ઉતારા અને અન્નક્ષેત્રમાં અંધારપટ છવાયો હતો. મનપા દ્વારા લાઈટના કનેક્શન ન આપતા મેળામાં અઁધારપટ જોવા મળ્યો હતો. અંધારામાં અન્નક્ષેત્રમાં રસોઈ બનાવવા સંચાલકો પણ મજબુર બન્યા હતા. 2018 માં ઉતારા અને અન્નક્ષેત્રોને મફત લાઈટ અને પાણીની સેવા આપવાની જાહેરાત કરાઈ હતી. છતાં અચાનક આ વર્ષથી લાઈટ કનેક્શન આપવા માટે મનપાએ કર નાંખતા સાધુસંતો તથા ભકતોમાં રોષ ફેલાયો હતો.

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news