નર્ક જેવી જિંદગી છે વિદેશમાં, મ્યાનમારમાં ફસાયેલા ગુજરાતી યુવકને ટાર્ગેટ પૂરો ન થવા પર ઝાડ સાથે લટકાવી માર મરાતો
junagadh youth in myanmar : વિદેશમાં જઈને રૂપિયા કમાવાની લાલચ રાખતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો
Trending Photos
Junagadh New ઝી મીડિયા/બ્યૂરો : વિદેશમાં નોકરી મેળવવાની ઘેલછા ધરાવતા યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં જૂનાગઢના એક યુવાનને મ્યાનમારમાંથી છોડાવવામાં આવ્યો છે. ત્યારે યુવકે મ્યાનમારમાં ભોગવેલી યાતનાઓ વિશે જે કહ્યું તે જાણીને તમે ક્યારેય તમારા પરિવારજનને વિદેશ મોકલવાની હિંમત નહિ કરો. જુનાગઢ ના માળીયાહાટીના તાલુકાના બાબરા ગામનો યુવાન કિશન વાળા વિદેશમાં મોટી રકમનો પગાર મળશે તેવી આશાએ મ્યાનમાર ગયો હતો. ત્યાં કામ કરતા કંપનીમાં તેની સાથે અમાનુષી વર્તન કરવામાં આવ્યુ હતું. તેને એટલી યાતનાઓ આપવામાં આવી કે, કોઈ કેદીને જેલવાસ દરમિયાન મળે. આવો જ જાણીએ કિશન વાળા પાસેથી શા માટે તેમને આપવામાં આવતી યાતનાઓ અને શું હતી તેની પરિસ્થિતિ...
વિદેશમાં જવાનો ભારતીયોનો ક્રેઝ વધી રહ્યો છે. તેમાં પણ ગુજરાતમાં આ ક્રેઝ વધારે છે. દરેક બીજો ગુજરાતી યેનકેન પ્રકારે વિદેશ જવા માંગે છે. ત્યારે જો તમે તમારા સ્વજનને વિદેશ જવાની તૈયારી કરતા હોય તો આ લાલબત્તી સમાન કિસ્સો ખાસ જાણી લેજો. જુનાગઢનો કિશન વાળા સહિતના સાત છોકરાઓ ચીનની સરહદ પર આવેલા મ્યાનમારના વાસ્ટેટ અને યાંગુંનમાં ફસાયા હતા. ચીનની સરહદ પર આવેલા આ વિસ્તારમાં ફ્રોડ કંપનીઓ દ્વારા ડ્રગ્સ પણ મોટે પાયે સપ્લાય થાય છે. ભારતના હજુ પણ 200થી વધુ લોકો આ વિસ્તારમાં ફસાયેલા છે.
કિશન મ્યાનમાર ગયા પછી બે ત્રણ દિવસમાં જ તેમની પાસેથી મોબાઇલ લઈ લીધા બાદ પોતાના પરિવારનો સંપર્ક કરી શકતો ન હતો. પરંતુ થોડો સમય ગયા બાદ ફરીથી તેને મોબાઈલ મળ્યો હતો. તેથી તેણે પોતાના નજીકના સગા એવા ભાવેશ રાવલિયાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને પોતાના પરિવારજનોને પણ આ અંગે જાણ કરી હતી. પરિવારના સભ્યો તેમની આ પરિસ્થિતિ જાણીને ચોંકી ગયા હતા. દિવસ-રાત કિશનને જલ્દી છોડાવવામાં આવે તે માટે ભગવાનને આજીજી કરતા હતા.
આ પણ વાંચો :
કંપની દ્વારા કેવી યાતના અપાતી
યુવકને મ્યાનમારની કંપનીએ ગ્રાહકો શોધવા માટે ટાર્ગેટ આપ્યો હતો જો પૂરો ન થાય તો ઝાડ પર લટકાવી પાઈપો મારવામાં આવતી હતી. તેમજ 5-5 દિવસ ભૂખ્યો રાખવામાં આવતો હતો. કિશન જેવા અનેક યુવકોને માર મારવામા આવતો, તેમજ તેમને જમવાનુ પણ આપવામાં આવતુ ન હતું. કંપની દ્વારા ઇન્વેસ્ટમેન્ટનું કામ કરાવવામાં આવતું હતું. કંપની દ્વારા ગ્રાહકો લાવવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો. તેમજ જે દિવસે કંપનીએ આપેલા ટાર્ગેટ મુજબ ગ્રાહકો ન મળે તે દિવસે યુવકને માર મારવામાં આવતો હતો અને જમવાનું પણ આપવામાં આવતું ન હતું. પરત વતન જવા દેવા માટે કંપનીએ 7 હજાર ડોલરની માગ કરી હતી. જેથી પરિવારજનોએ જેમ-તેમ કરીને પૈસા ભેગા કરીને યુવકને આ કંપનીના ચુંગાલમાંથી છોડાવ્યો.
પરિવારજનો દ્વારા પોતાના જ નજીકના સભ્યોને જાણ કરવામાં આવી હતી. આ માટે તલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડની મદદ લેવાઈ હતી. મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવેલા કિશન મોરી તેમજ અન્ય યુવાનોને બચાવી ભારત પરત લાવવા આવ્યા હતા.
મારી જેમ અનેક ફસાયા છે, તેમને પણ બચાવો
જુનાગઢના યુવાનો પોતાનું જીવ બતાવીને તો પરત આવી ગયો છે, પરંતુ હજુ પણ મ્યાનમારમાં ભારત સહિત અનેક દેશોના યુવાનો ફસાયેલા છે તેવી માહિતી કિશન મોરીએ આપી. તેણે કહ્યું કે, આ યુવકોને છોડવા માટે પણ જરૂરી પગલા ભરવા જોઈએ.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે