નડિયાદ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા થઈ; શું તમને ખબર છે દરવર્ષે કેમ કરાય છે?

ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિરમાં આ અનેરા પ્રસંગે આજે દર્શન કરવા તથા સાકરવર્ષાનો લ્હાવો લેવા માટે સાંજના સમયે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું.

નડિયાદ સંતરામ મંદિરમાં દિવ્ય સાકર વર્ષા થઈ; શું તમને ખબર છે દરવર્ષે કેમ કરાય છે?

નચિકેત મહેતા/ખેડા: નડિયાદના સંતરામ મંદિરમાં આજે મહાસુદ પૂર્ણિમાના અવસરે યોગીરાજ શ્રી સંતરામ મહારાજના 193માં સમાધિ મહોત્સવની ઉજવણી કરવા સાથે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવી હતી. 

ખેડા જીલ્લાના નડિયાદમાં આવેલ સુપ્રસિદ્ધ શ્રીસંતરામ મંદિરમાં આ અનેરા પ્રસંગે આજે દર્શન કરવા તથા સાકરવર્ષાનો લ્હાવો લેવા માટે  સાંજના સમયે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું ઘોડાપુર ઉમટયું હતું. સંધ્યા સમયે મહાઆરતી બાદ ઓમના મંત્રોચ્ચાર સાથે સાકરવર્ષા કરાતા મંદિર પરિસર જય મહારાજના જયઘોષથી ગૂજી ઉઠયું હતું. 

મંદિરમાં એકત્રિત થયેલ શ્રધ્ધાળુઓએ દર્શન કરી તેમજ સાકરની પ્રસાદી ગ્રહણ કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. માઘની પૂનમે સંતરામ મંદિરમાં સાકરવર્ષાનો ખૂબ મહિમા છે. શ્રીસંતરામ મહારાજે 193 વર્ષ અગાઉ મહાસુદ પૂર્ણિમાએ જીવિત સમાધિ લીધી હતી. આ સમયે મંદિરમાં આકાશ માંથી જ્યોતસ્વરૂપે એક જ્યોત પ્રગટ થઈ હતી. જે આજે પણ અખંડ સ્વરૂપે  જ્યોત મંદિર પ્રગટ છે.

શું છે લોકવાયકા?
192 વર્ષ પહેલાં મહા પુનમના દિવસે સંતરામ મહારાજે જીવીત સમાધી લીધી હતી ત્યારે આકાશમાંથી દેવોએ પુષ્પ વર્ષા કરી હતી એવી લોકવાયીકા છે. જેથી 192 વર્ષથી આ સાકર વર્ષાની પરંપરા ચાલે છે. જેનો પ્રસાદ ગ્રહણ કરવા લાખો ભક્તો ઉમટતા હોય છે. વર્ષ માં એક જ વાર અહીં મંદિરમાં મહાઆરતી કરવા માં આવે છે. જેમાં આશરે 200 જેટલા સંતો દેશ-વિદેશથી આ સાકરવર્ષામાં આવે છે. 

તો દેશ-વિદેશથી હજારો ભક્તો સાકરવર્ષામાં ભાગ લેવા માટે આવે છે. આ મહાઉત્સવમાં 1100 મણ સાકર અને 300 મણ કોપરું ઉછાળવામાં આવે છે. આ પ્રસંગે ત્રિદિવસીય મહા મેળાનું આયોજન કરવામાં આવે છે. 5 દિવસમાં લગભગ 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સંતરામ મંદિરના દર્શન કરવા આવતા હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news