રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્ખીચણાક કરાશે

આજે વર્લ્ડ એન્વાર્યનમેન્ટ ડે છે અને આજથી જ અમદાવાદની વચ્ચેથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે ત્રણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને ઈ-રીક્ષાને ફ્લેગઓફ કરાવ્યું હતું. 
રાજ્યની સૌથી પ્રદૂષિત સાબરમતી નદીની સફાઈનો આજથી પ્રારંભ, ચોસામા પહેલા ચોખ્ખીચણાક કરાશે

અમદાવાદ :આજે વર્લ્ડ એન્વાર્યનમેન્ટ ડે છે અને આજથી જ અમદાવાદની વચ્ચેથી વહેતી સાબરમતી નદીનું સફાઈ અભિયાન શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે ત્રણ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તેમણે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને ઈ-રીક્ષાને ફ્લેગઓફ કરાવ્યું હતું. 

આજથી સાબરમતી સફાઈના મહાઅભિયાનનો પ્રારંભ કરાશે. આ સફાઈ અભિયાનમાં 10 થી 20 હજાર જેટલા નાગરિકો પણ જોડાશે તેવો અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાનો દાવો છે. આજથી સાબરમતી નદીના સફાઈ અભિયાનનો પ્રારંભ કરાશે. પહેલા વરસાદ સુધી નદીના પટમાં અલગ-અલગ સ્થળોની કરાશે સફાઈ.

પવિત્ર રમઝાનમાં પતિ જાહેરમાં જોરજોરથી ત્રણવાર તલાક કહીને જતો રહ્યો, નવસારીની ઘટના

ચાર તબક્કામાં કરાશે નદીની સફાઈ
સાબરમતી નદીની સફાઈ ચાર કેટેગરીમાં કરવામાં આવનાર છે. જેમાં પહેલા તબક્કામાં નદીમાં ભરાયેલું ગંદુ પાણી વહેવડાવી દેવાયું છે. 900 મીમી ડાયાની 36 મીટર લંબાઈમાં ત્રણ રોમાં પાઈપ નાઁખી ગેટ નંબર 28માંથી પાણી ઉલેચી ડાઉનસ્ટ્રીમમાં નાંખવાની કામગીરી ચાલુ છે. બીજા તબક્કામાં નદીમાં આવતુ ગટરનું ગંદુ પાણી બંધ કરાશે. તો ત્રીજા તબક્કામાં નદીમાં પડેલો કચરો સાફ કરવાની કામગીરી કરાશે. ચોથા તબક્કામાં વરસાદનું પાણી તથા ટ્રીટેડ વોટરથી સાબરમતીમાં નવુ પાણી આવશે. 

સાબરમતીના 23.50 કિલોમીટર લાંબા પટની સફાઈ
આ કામગીરીમાં સાબરમતીના બંને કાંઠાનો 23.50 કિલોમીટર લંબાઈમાં સફાઈ અભિયાન કરવામાં આવશે. જેમાં નાગરિકો પણ જોડાશે. હાલ સાબરમતીમાં દરેક જગ્યાએ કચરો પડેલો છે, જેને પહેલા સાફ કરવામા આવશે, જેથી ચોમાસા બાદ નવુ પાણી નદીમાં ઠલવાશે. 

સાબરમતી નદીનાં તમામ પુલો પર મનપા દ્વારા પૂજાની સામગ્રીને કુંડમાં નાંખવાની અપીલ કરવામાં આવી હતી. જોકે નાગરિકોની બેદરકારીનાં લીધે સૂકીભઠ્ઠ નદીમાં નાગરિકો દ્વારા ઠાલવવામાં આવેલા કચરાનો દ્રશ્યો જોવા મળ્યા હતા.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news