સાબરકાંઠાના ખેડૂતોને શિયાળુ સિઝન પહેલા મળી મોટી ભેટ, બે સિઝનનું તમામ નુકસાન થશે ભરપાઈ

સાબરકાંઠાની હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી ખેડૂતોને રવી સીઝન માટે પ્રથમ પાણી નવા વર્ષના દિવસે શરુ કરવામાં આવશે. જે ૧૫ દિવસ ચાલશે જેને લઈને ચાર તાલુકાના ૫૮ ગામોના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને વાવેતરમાં લાભ થશે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સાબરકાંઠા જીલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને સતત બીજા વર્ષે હાથમતી-ઇન્દ્રાસી જળાશય ઓવરફલો થયા હતા જેને સાબરકાંઠાના બે અને ગાંધીનગર જીલ્લાના બે મળી ચાર તાલુકાના કેનાલના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને રવિ સિઝનના વાવેતરમાં પાણી ઉપયોગી થશે જથી આ વર્ષે રવિ સીઝનમાં વાવેતર કરવામાં આવતા ઘઉં,ચણા અને રાયડાને ફાયદો થશે.
સાબરકાંઠાના ખેડૂતોને શિયાળુ સિઝન પહેલા મળી મોટી ભેટ, બે સિઝનનું તમામ નુકસાન થશે ભરપાઈ

હિંમતનગર: સાબરકાંઠાની હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી ખેડૂતોને રવી સીઝન માટે પ્રથમ પાણી નવા વર્ષના દિવસે શરુ કરવામાં આવશે. જે ૧૫ દિવસ ચાલશે જેને લઈને ચાર તાલુકાના ૫૮ ગામોના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને વાવેતરમાં લાભ થશે. જેને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. સાબરકાંઠા જીલ્લામાં અને ઉપરવાસમાં સારા વરસાદને લઈને સતત બીજા વર્ષે હાથમતી-ઇન્દ્રાસી જળાશય ઓવરફલો થયા હતા જેને સાબરકાંઠાના બે અને ગાંધીનગર જીલ્લાના બે મળી ચાર તાલુકાના કેનાલના કમાંડ વિસ્તારમાં ખેડૂતોને રવિ સિઝનના વાવેતરમાં પાણી ઉપયોગી થશે જથી આ વર્ષે રવિ સીઝનમાં વાવેતર કરવામાં આવતા ઘઉં,ચણા અને રાયડાને ફાયદો થશે.

જળાશયો ભરાયા બાદ સિંચાઈ વિભાગ ધ્વારા અ,બ,ક,વિસ્તારના કેનાલના કમાન્ડ વિસ્તારના ખેડૂતો સાથે બેઠક યોજાઈ હતી જેમાં ખેડૂતો અને મંડળીઓ વતી પાણીના આયોજનની ચર્ચા કરવામાં આવી હતી જેને લઈને આવનારું નવું વર્ષના પ્રથમ દિવસે જ કેનાલમાં પ્રથમ પાણ શરુ કરવામાં આવશે જેને લઈને ખેડૂતોની મહેનતના સામે બમણી આવકમાં નવા વર્ષેનું પ્રથમ પાણ આપવાના આયોજનથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

હાથમતી-ઇન્દ્રાસી જળાશયો ઓવરફલો થતા પ્રથમ પ્રાંતિજ અને હિમતનગર તાલુકાના તળાવો અને નાના જળાશયોમાં કેનાલ ધ્વારા પાણી ભરવામાં આવ્યું છે.તો બીજી તરફ આવનાર રવિ સીઝન માટે ખેડૂતોને રવિ સિઝનના વાવેતર માટે પાણી આપવાનું માંગણીને લઈને આયોજન કરવામાં આવ્યું છે.જેના સામે હાથમતી-ઇન્દ્રાસી જળાશયમાંથી અ,બ અને ક ઝોનની કેનાલ ધ્વારા સાબરકાંઠાના હિમતનગર અને પ્રાંતિજ ઉપરાંત ગાંધીનગર જીલ્લાના ગાંધીનગર અને દહેગામ તાલુકાના ૫૮ ગામોને લાભ આપતિ કેનાલમાં બેસતા વર્ષના દિવસે પ્રથમ પાણ આપવાનું આયોજન સિંચાઈ વિભાગ ધ્વારા કરવામાં આવ્યું છે તો પાચ પાણ આપવાનું આયોજન થયું છે.

આ કેનાલના પાણીથી હિમતનગરના ૨૦,પ્રાંતિજના ૨૬,ગાંધીનગરના ૦૫ અને દહેગામના ૦૬ ગામોના ૩૦૦૦-૩૨૦૦ હેક્ટરમાં ખેડૂતોને લાભ થશે.તો પ્રથમ પાણ ૧૫ દિવસ ચાલુ રહેશે જેને લઈને ખેડૂતોને રવિ સિઝનમાં ઘઉં સહિતના પાકોનું વાવેતર કરી શકશે ત્યારબાદ સમયાંતરે પિયત માટે પાણી આપવામાં આવશે. આ વર્ષે પણ નવા વરસથી પ્રથમ પાણના આયોજન સામે સારી ખેતી થશે તે આશય સાથે ખેડૂત વાવેતર કરી પિયત પણ કરશે પરંતુ સારા આયોજન અને સારા પાણી વચ્ચે હવામાનની વિષમતા અગાહીઓ જ ખેડૂતની આવક અસર પાડે તો નવાઈ નહિ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news