યુવકની અવળચંડાઈ, મોતના ડર વગર હાથમાં સિગરેટથી રોકેટ ફોડ્યું, અને હાથમાં જ ફૂટ્યું, જુઓ Viral Video

ફટાકડા સાવચેતીથી ફોડવા (FireCrackers Ban) જોઈએ એવી અનેક સૂચનાઓ છતા પણ કેટલાક લોકો જોખમી ફટાકડા સાથે ખેલ કરતા હોય છે. ફટાકડાથી દાઝી જવાના પણ અનેક બનાવો સામે આવતા હોય છે. તો કેટલાકના જીવ જતા હોય છે. તેમ છતાં લોકો આવી અવળચંડાઈ કરવાથી દૂર રહેતા નથી. જુનાગઢ (Junagadh) નો એક વાયરલ વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જેમાં એક યુવક હાથમાં રોકેટ લઈને ફોડી રહ્યો છે, એ પણ સિગરેટથી...
યુવકની અવળચંડાઈ, મોતના ડર વગર હાથમાં સિગરેટથી રોકેટ ફોડ્યું, અને હાથમાં જ ફૂટ્યું, જુઓ Viral Video

જુનાગઢ :ફટાકડા સાવચેતીથી ફોડવા (FireCrackers Ban) જોઈએ એવી અનેક સૂચનાઓ છતા પણ કેટલાક લોકો જોખમી ફટાકડા સાથે ખેલ કરતા હોય છે. ફટાકડાથી દાઝી જવાના પણ અનેક બનાવો સામે આવતા હોય છે. તો કેટલાકના જીવ જતા હોય છે. તેમ છતાં લોકો આવી અવળચંડાઈ કરવાથી દૂર રહેતા નથી. જુનાગઢ (Junagadh) નો એક વાયરલ વીડિયો (Viral Video) સામે આવ્યો છે, જેમાં એક યુવક હાથમાં રોકેટ લઈને ફોડી રહ્યો છે, એ પણ સિગરેટથી...

— Zee 24 Kalak (@Zee24Kalak) October 30, 2019

જુનાગઢનો આ વીડિયો વાયરલ થયો છે. જેમાં મોતના ડર વગર હાથમાં રોકેટ ફોડવું એક યુવકને ભારે પડ્યું હતું. રોકેટ હાથમાં જ ફૂટી જતા યુવાન દાઝ્યો હતો. યુવકે એક તરફ રોકેટને હાથમાં ફોડવાનું જોખમ લીધું, તો બીજી તરફ સિગરેટથી રોકેટની વાટ સળગાવી હતી. જેને કારણે ગણતરીની સેકન્ડ્સમાં જ રોકેટ હાથમાં ફૂટ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રોકેટ બહુ જ જોખમી ફટાકડાનો પ્રકાર છે. જે આકાશમાં ઉપર ગયા બાદ ગમે ત્યાં ફંટાય છે, બળતુ રોકેટ અનેકવાર આગ સર્જે છે. ત્યારે રોકેટથી બચવાના સલાહ આપવામાં આવતી હોય છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news