સુરત: વેસુના સ્પામાં ઘુસીને ચાર ઇસમોએ ચપ્પુની અણીએ મહિલાને બંધક બનાવી લૂંટ

વેસુ વીઆઇપી રોડ પર આવેલા રૂંગટા શોપીંગ સેન્ટરમાં ચાર ઇસમોએ લૂંટ ચલાવી હતી. જીમી સ્પા એન્ડ મસાજ સેન્ટરમાં ઘુસીને ચારેય ઇસમો દ્વારા ચપ્પુની અણીએ મહિલાને બંધક બનાવી હતી. મહિલાને ડરાવી ધમકાવીને તેની પાસે રહેલો મોબાઇલ ફોન અને રોકડા 1100 રૂપિયાની લૂંટ ચલાવીને નાસી છુટ્યા હતા. 
સુરત: વેસુના સ્પામાં ઘુસીને ચાર ઇસમોએ ચપ્પુની અણીએ મહિલાને બંધક બનાવી લૂંટ

સુરત : વેસુ વીઆઇપી રોડ પર આવેલા રૂંગટા શોપીંગ સેન્ટરમાં ચાર ઇસમોએ લૂંટ ચલાવી હતી. જીમી સ્પા એન્ડ મસાજ સેન્ટરમાં ઘુસીને ચારેય ઇસમો દ્વારા ચપ્પુની અણીએ મહિલાને બંધક બનાવી હતી. મહિલાને ડરાવી ધમકાવીને તેની પાસે રહેલો મોબાઇલ ફોન અને રોકડા 1100 રૂપિયાની લૂંટ ચલાવીને નાસી છુટ્યા હતા. 

કુલ મુદ્દામાલ મળીને 28 હજાર રૂપિયાની લૂંટ કરીને આરોપીઓ નાસી છુટ્યા હતા. આ અંગે સ્પાની સંચાલક મહિલાએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે માસ્ક પહેરીને આવેલા ચાર લોકોની CCTV ના આધારે તપાસ આદરી છે. વેસુ વિસ્તારમાં આવેલા ન્યૂ જીમી સ્પાના સંચાલક મધુ રામાનુજ જયસ્વાલ (રહે. ભેસ્તાન) સ્પાનું સંચાલન કરે છે. 

તે સ્પામાં એકલા હતા ત્યારે ચાર શખ્સો ધસી આવ્યા હતા. તેણે મહિલાને બંધ બનાવીને રોકડ તથા મોબાઇલ સહિતની મતાની લૂંટ ચલાવી હતી.  જો કે લૂંટ જે પ્રકારે થઇ છે તે જોતા આ લૂંટારૂઓએ અગાઉ સ્પા અને આસપાસના વિસ્તારની રેકી કરી હોય તેવી શક્યતા છે. હાલ પોલીસે સીસીટીવીના આધારે વધારે તપાસ આદરી છે. આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કર્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news