રાજકોટની કાયાપલટ: 50 કરોડના ખર્ચે નવું રેલવેસ્ટેશન અને 20 જેટલા અંડરપાસ/અંડરબ્રિજ બનશે

'વિશ્વના સૌથી મોટા રેલવે સ્ટેશન પુનઃ વિકાસ કાર્યક્રમ' હેઠળ આજે રાજકોટ રેલવે ડિવિઝનના ૧૨ સ્ટેશનના પુનઃવિકાસનું ખાતમુહૂર્ત, ૧૧ રોડ ઓવરબ્રિજ- અંડરપાસનો શિલાન્યાસ અને ૯ રોડ-અંડરપાસના કામોનું લોકાર્પણ કરાયું હતું. 

રાજકોટની કાયાપલટ: 50 કરોડના ખર્ચે નવું રેલવેસ્ટેશન અને 20 જેટલા અંડરપાસ/અંડરબ્રિજ બનશે

ઝી બ્યુરો/રાજકોટ: દેશમાં રેલવે મુસાફરોને વિશ્વ કક્ષાની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની નેમ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના ૫૫૧ સ્ટેશનના પુનઃવિકાસ અને ૧૫૦૦ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 'વિશ્વના સૌથી મોટા રેલવે સ્ટેશન પુનઃ વિકાસ કાર્યક્રમ' હેઠળ આજે રાજકોટ રેલવે ડિવિઝનના ૧૨ સ્ટેશનના પુનઃવિકાસનું ખાતમુહૂર્ત, ૧૧ રોડ ઓવરબ્રિજ- અંડરપાસનો શિલાન્યાસ અને ૯ રોડ-અંડરપાસના કામોનું લોકાર્પણ કરાયું હતું. 

આ તકે પ્રાસંગિક સંબોધનમાં સાંસદ  મોહન કુંડારિયાએ રાજકોટ ડિવિઝનના ૧૨ રેલવે સ્ટેશનોના નવીનીકરણ માટે રૂ. ૧૮૧ કરોડ ફાળવવા બદલ રેલવે મંત્રી તેમજ કેન્દ્ર સરકારનો આભાર માન્યો હતો. જેમને ઉમેર્યું હતું કે, રાજકોટમાં વર્તમાન રેલવે સ્ટેશનની સામેની બાજુએ આશરે રૂ. ૫૦ કરોડના ખર્ચે નવું રેલવે સ્ટેશન બનશે. જેનાથી બંને તરફથી લોકો રેલવે સ્ટેશનમાં આવી શકશે. આ સાથે આજે લોકર્પિત, ખાતમુહૂર્ત થનારા રેલવેના વિવિધ પ્રકલ્પોથી રેલવે મુસાફરોને વધુ સગવડ અને સુવિધા પ્રાપ્ત થશે. 

સાંસદ  રામભાઈ મોકરીયાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દેશને છેલ્લા દશ દિવસમાં ૧ લાખ કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી છે. વડાપ્રધાને વિવિધ યોજના દ્વારા નાગરિકોના જન્મથી મૃત્યુ સુધીની દરેક તબક્કે સહાય કરી છે. આજે ભારતમાં ૫૦ કરોડ જન ધન ખાતા અને ૫૫ કરોડ લોકોને આયુષ્માન યોજના હેઠળ સાંકળવામાં આવ્યા છે.  વિશ્વના વિકસિત દેશો જેવી સેવાઓ આપણા નાગરિકોને મળી રહી છે ત્યારે વડાપ્રધાનના આઝાદીના ૧૦૦ વર્ષે વિકસિત ભારતના  સ્વપ્નને પૂર્ણ કરવામાં તમામ નાગરિકો પણ જોડાય તેવી સાંસદે અપીલ કરી હતી. વિશ્વના સૌથી મોટા રેલવે સ્ટેશન પુનઃ વિકાસ કાર્યક્રમમાં રાજકોટ રેલવે ડિવિઝન પણ જોડાયું હતું. રાજકોટ રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

6 વર્ષથી નાના બાળકને સ્કૂલમાં એડમિશન નહીં તો 16થી નાનાને ટ્યૂશન નહીં, જાણો આ નિયમ
    
આ કાર્યક્રમમાં મહેમાનોનું સ્વાગત કરતા ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ ડિવિઝનના ૧૨ સ્ટેશનોનો રૂ.૧૮૧.૪૨ કરોડના ખર્ચે પુનઃવિકાસ કરવામાં આવશે. જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ રાજકોટના રેલવે સ્ટેશનનો આશરે રૂ. ૫૦ કરોડના ખર્ચે પુનઃ વિકાસ કરાશે. આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનના ખંઢેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વની રોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચીમાં ૧૧ રોડ ઓવરબ્રિજ અને અંડરપાસનું ખાતમુહૂર્ત અને ૯ રોડ-અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ તમામ ઓવરબ્રિજ અને અંડરબ્રિજના નિર્માણ પાછળ આશરે રૂ.૧૭૫.૨૫ કરોડ જેટલો ખર્ચ થયો છે. 

તેમણે કહ્યું હતું કે, રેલવે સ્ટેશનના આધુનિકરણ અને સુવિધાઓને ઉત્તમ બનાવવાના હેતુ સાથે ભારત સરકારે મોડ્યુલર કન્સેપ્ટ પર વિશ્વસ્તરીય રેલવે સ્ટેશનના નિર્માણની પરિયોજના શરૂ કરી છે. જે અંતર્ગત રેલવે સ્ટેશનમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ રૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એનાઉસમેન્ટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક સીસીટીવી સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news