ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં રેડ

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં સોલા પોલીસ દ્વારા જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. ગોકુલ હોટલમાં રેડ કરીને પોલીસે 10 જેટલા જુગારીઓને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. 

ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં રેડ

ઉદય રંજન/અમદાવાદ: ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય ભવાન ભરવાડની ગોકુલ હોટલમાં સોલા પોલીસ દ્વારા જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. ગોકુલ હોટલમાં રેડ કરીને પોલીસે 10 જેટલા જુગારીઓને ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરીને જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે. 

ગોકુલ હોટલમાં ચાલી રહેલા જુગારધામ પર રેડ કરીને સોલા પોલીસે 10 જેટલા શકુનીઓને ઝડપી લીધા છે. જેમની 10 જેટલી લક્ઝુરીયસ કાર અને મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હોટલમાં જુગાર રમી રહેલા તમામ લોકોની ધરપકડ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ અંગે ગોકુલ હોટલના માલિકે જણાવ્યું હતું કે, મારી હોટલમાં અમૂક શખ્શો દ્વારા રૂમ રાખીને જુગાર રમવામાં આવતો હતો. ભવાન ભરવાડે આ અંગે વધુમાં કહ્યું કે, પોલીસે તેમની કાર્યવાહી કરી છે. પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી તે યોગ્ય છે. મને આ અંગે કોઇ જાણ નથી. અને પોલીસની રેડ દરમિયાન હું કામથી મહરા ગ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news