વડોદરા બોટકાંડના રિયલ હીરો : મોતની પરવાહ કર્યા વગર તળાવમાં છલાંગ લગાવીને માસુમોને બચાવ્યા

Vadodara Boat Tragedy : ફાયર બ્રિગેડ પહોંચતા સુધી એકલા હાથે લાલાભાઈએ માસુમોની જિંદગી બચાવવા પ્રયત્ન કર્યા હતા. લાલાભાઈની બચાવ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી

વડોદરા બોટકાંડના રિયલ હીરો : મોતની પરવાહ કર્યા વગર તળાવમાં છલાંગ લગાવીને માસુમોને બચાવ્યા

Vadodara Boat Tragedy : વડોદરા હરણી તળાવમાં બોટકાંડ એકનો વાંક નથી. આ દુર્ઘટનામાં અનેક લોકો જવાબદાર છે. શાળા સંચાલકોથી લઈને એ શિક્ષિકાઓ જે બાળકોને ખુદ તળાવની વચ્ચે મોતના મુખ સુધી લઈ ગઈ, તો એડવેન્ચર પાર્કના સંચાલકોથી લઈને કર્મચારીઓ બધાની જ ભૂલ છે. ફાયરની ટીમ, બચાવ ટીમ, એનડીઆરએફની ટીમ તો પાછળથી આવી, પરંતું એ પહેલા કેટલાક લોકો એવા હતા જે બાળકો માટે તારણહાર બનીને આવ્યા હતા. આ લોકો પોતાના જીવની પરવાહ કર્યા વગર તળાવમાં કૂદી પડ્યા હતા. આ લોકો હતા હરણી પાસેની લાકડા સો મિલમાં કામ કરતા મજૂરો અને કેટલાક સ્થાનિકો. 

હરણી તળાવમાં બોટ ઊંધી પડી છે, વાત આસપાસ ફેલાઈ ગઈ હતી. તંત્રની બચાવ કામગીરી આવે તે પહેલા જ કેટલાક સ્થાનિકો અને આસપાસની દુકાનોમાં કામ કરતા લોકો દોડી આવ્યા હતા. આ લોકોએ જોયુ કે, બોટ તળાવમાં ઊંધી પડી ગઈ છે, તો તરત તેઓ બચાવ માટે કૂદી પડ્યા હતા. હરણી તળાવમાં 14 માસુમોના મોત દુર્ઘટનાના ત્રણ લોકો તારણહાર બનીને આવ્યા હતા. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) January 19, 2024

 

કરુણ દુર્ઘટનાના ત્રણ લોકો બન્યા તારણહાર 
હરણીમાં લાકડા સોમિલમાં કામ કરતો શ્રમિક આ ઘટનામં રિયલ હીરો બનીને આવ્યો. તળાવના સામે છેડે રહેતા ભુપેન્દ્ર ઉર્ફે લાલાભાઈ સૌથી પહેલા બચાવમાં આવ્યા હતા. દુર્ઘટનાની જાણ થતાં ભુપેન્દ્ર ચૌહાણ 6 ફૂટ ઊંચી રેલીંગ કુદીને તળાવમાં કૂદકો મારી ગયા હતા. 

આ તમામ લોકોએ પળનો વિચાર કર્યા વિના લગાવી તળાવમાં છલાંગ લગાવી હતી. તેઓએ પહેલા ઊંધી બોટને સીધી કરવા પ્રયત્ન કર્યો હતો. બોટ સીધી કરવા જતાં એક માસુમ બાળકને બહાર કાઢ્યુ હતું. આમ, આ લોકોએ એક બાદ એક પાંચ બાળકોને બહાર કાઢ્યા હતા. તો લાલાભાઈએ એક શિક્ષિકાને પણ બચાવીને બહાર કાઢ્યા હતા. 

આમ, ફાયર બ્રિગેડ પહોંચતા સુધી એકલા હાથે લાલાભાઈએ માસુમોની જિંદગી બચાવવા પ્રયત્ન કર્યા હતા. લાલાભાઈની બચાવ કામગીરીને સ્થાનિકોએ બિરદાવી હતી. 

આ પણ વાંચો : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news