રાજવી શાન સાથે મનોહરસિંહજી જાડેજાની નિકળી અંતિમયાત્રા, આપી 9 ગનની સલામી

રાજવી મનોહરસિંહજી છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને રાજકોટના પેલેસમાં જ તેમની સારવાર ચાલતી હતી, જ્યાં  સારવાર દરમિયાન મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું હતું.

રાજવી શાન સાથે મનોહરસિંહજી જાડેજાની નિકળી અંતિમયાત્રા, આપી 9 ગનની સલામી

રાજકોટ: રાજકોટના 15માં રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની વયે નિધન થયું છે. ત્યારે આજે રાજવી મનોહરસિંહજીની અંતિમ યાત્રા કાઢવામાં આવી રહી છે. મનોહરસિંહજીનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાજકોટના રાજવી પેલેસમાં રાખવામાં આવ્યો છે. ત્યારે વહેલી સવારથી જ લોકો રાજવી મનોહરસિંહજીના અંતિમ દર્શન માટે આવી રહ્યા છે. વહેલી સવારથી જ લોકો તેમના પાર્થિવ દેહના દર્શન માટે ઉમટી પડ્યા છે.

બે પ્રાઇવેટ અને એક પોલીસ બેન્ડની સૂરાવલિ સાથે દાદાની અંતિમયાત્રા નીકળી છે. સીએમના પત્ની અંજલીબેન રૂપાણી પણ પેલેસ ખાતે દર્શન માટે આવી પહોંચ્યા છે. રણજીત વિલાસ પેલેસને પટાંગણમાં જ 9 બંદુકની સલામી સાથે ચાંદીની બગીમાં દાદાની અંતિમયાત્રા નીકળી હતી જે રામનાથપરા સ્મશાને પહોંચી ગઇ છે અને સીએમ રૂપાણી દાદાના દર્શન કર્યા હતા. રામનાથપરા સ્મશાન ખાતે મનોહરસિંહજીના પાર્થિવદેહને અંતિમદાહ આપવામાં આવશે.

દાદાની અંતિમવિધિ શાસ્ત્રોક્ત વિધિથી જ કરવામાં આવી છે. દાદાને રાજવી પોશાક તેમજ સાફો પહેરાવવામાં આવ્યો છે. તેમજ પાર્થિવદેહ પર રજવાડી છત્રી અને એક વ્યક્તિ દ્વારા પવન નાખવામાં આવી રહ્યો છે. પાલખીયાત્રામાં દેશભરના ક્ષત્રિયો રાજવી પોશાકમાં રાજવી તલવાર સાથે જોડાયા છે. દાદાની અંતિમયાત્રાને લઇને રાજકોટના પેલેસ રોડના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો છે. હજારોની સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા છે. તો બીજી તરફ ચોકે ચોકે લોકો દાદાના અંતિમયાત્રાના દર્શન કરવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
pm-modo-tweet

અંતિમયાત્રાનો રૂટ
રાજવી પરંપરા મુજબ અંતિમયાત્રા હજુર પેલેસ રાજકોટ ખાતેથી નીકળી હાથીખાના, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસચોકી, મેસોનિક હોલ, આરએમસી ચોક, ત્રિકોણબાગ, લાખાજીરાજબાપુના બાવલા, ભૂપેન્દ્ર રોડ, હાથીખાના અને ત્યાંથી રામનાથપરા અંતિમયાત્રા પહોંચશે. મનોહરસિંહ જાડેજાને રાજવી પરંપરા અનુસાર પેલેસ ખાતે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે 9 બંદૂકની સલામી આપવામાં આવશે. અંતિમયાત્રામાં રાજકોટ પોલીસના 20 ઘોડા તેમજ પોલીસ બેન્ડ પણ જોડાયા છે.
cm-vijay-rupani-tweet
મહત્વનું છે કે રાજવી મનોહરસિંહજી છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને રાજકોટના પેલેસમાં જ તેમની સારવાર ચાલતી હતી, જ્યાં  સારવાર દરમિયાન મનોહરસિંહજી જાડેજાનું નિધન થયું હતું. છેલ્લા 3 વર્ષથી અલ્ઝાઈમરની બિમારીથી તેઓ પીડિતા હતા. મનોહરસિંહજી જાડેજા કોંગ્રેસમાંથી ધારાસભ્ય પણ બની ચુક્યા હતા. તેઓ રાજ્ય સરકારમાં નાણાં મંત્રી અને આરોગ્ય મંત્રી પણ રહી ચુક્યા છે.

દાદાના હુલામણા નામે જાણીતા મનોહરસિંહજી સારા ક્રિકેટર પણ હતા અને રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમના કેપ્ટન પણ રહી ચુક્યા છે. તો રાજવી મનોહરસિંહજીના નિધન અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news