રથયાત્રા વિવાદઃ સરકારે સંપૂર્ણ મદદ કરી, મારે કોઈ વ્યક્તિ સામે નારાજગી નથીઃ દિલીપદાસજી


જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યુ કે, અમદાવાદમાં રથયાત્રા નિકળે તે માટે હાઈકોર્ટમાં એફિડેવિડ કરી હતી. પરંતુ કોર્ટમાંથી મંજૂર ન મળી. મારૂ એટલું જ કહેવું છે કે ચુકાદો વહેલો આવ્યો હોત તો અમે સુપ્રીમમાં મંજૂરી લેવા જઈ શકત. 
 

રથયાત્રા વિવાદઃ સરકારે સંપૂર્ણ મદદ કરી, મારે કોઈ વ્યક્તિ સામે નારાજગી નથીઃ દિલીપદાસજી

અમદાવાદઃ અમદાવાદમાં દર વર્ષે ધામધૂમથી નિકળતી ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા હાઈકોર્ટના આદેશ બાદ મંદિર પરિસરમાં જ પૂરી કરવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ મોટો વિવાદ શરૂ થયો હતો. ગઈકાલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યુ હતુ કે, અમે એક વ્યક્તિ પર વિશ્વાસ કર્યો જેણે અમારો આ વિશ્વાસ તોડ્યો છે. તેમના આ નિવેદન બાદ રાજ્યભરમાં વિવાદના સૂર ઉઠ્યા હતા. ત્યારબાદ રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ પણ કહ્યુ હતુ કે, આ રથયાત્રા નિકળે તે માટે સરકારે બધી તૈયારી કરી હતી. પરંતુ હાઈકોર્ટે ના પાડતા રથયાત્રા નિકળી ન શકી જેનું અમને પણ દુખ થયું છે. ત્યારબાદ આજે પ્રદીપસિંહ જાડેજા જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મહંત સાથે બેઠક યોજી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ દિલીપદાસજીએ પત્રકાર પરિષદ યોજી હતી. 

આજની પત્રકાર પરિષદમાં શું બોલ્યા દિલીપદાસજી
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યુ કે, અમદાવાદમાં રથયાત્રા નિકળે તે માટે હાઈકોર્ટમાં એફિડેવિડ કરી હતી. પરંતુ કોર્ટમાંથી મંજૂર ન મળી. મારૂ એટલું જ કહેવું છે કે ચુકાદો વહેલો આવ્યો હોત તો અમે સુપ્રીમમાં મંજૂરી લેવા જઈ શકત. તેમણે કહ્યુ કે, રાજ્ય સરકારે સંપૂર્ણ મદદ કરી છે. મારી સરકાર સાથે કોઈ નારાજગી નથી. તેમણે કહ્યુ કે, સરકાર સામે નારાજગી નથી. કોઈ રમત રમાઇ હોય તેવી પણ વાત નથી. હાઈકોર્ટના હિસાબે વાત થઈ છે. મારી કોઈ નારાજગી નથી. તેમણે કહ્યુ કે, મારા પર કોઈ દબાણ નથી. સંત પર કોઈ દબાણ ન કરી શકે, હું આત્મનિર્ભર છું. આ સાથે તેમણે કહ્યુ કે, હવે કોઈ ગેરસમજ કરવાની જરૂર નથી. 

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ખાનગી લેબમાં કોરોના ટેસ્ટના દર ઘટાડ્યા, આજથી જ અમલ 

મહંત સાથે બેઠક બાદ શું બોલ્યા પ્રદીપસિંહ જાડેજા
ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યુ કે, રથયાત્રાના બીજા દિવસે પરંપરા પ્રમાણે મળવા આવુ છું, એમ આજે આવ્યો હતો. મહંતે સરકારને લઈને સંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યુ કે, સામાન્ય રીતે યાત્રાના બીજા દિવસે મહંતને મળવા આવવાનું થયું ગોય છે. તેમણે કહ્યુ કે, મહારાજે પોતાની વાત કરી છે એટલે કોઈ સવાલ રહેતો નથી.  

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news