રંગીલુ રાજકોટ: પોલીસે તહેવારો અગાઉ દારૂ ભરેલી બિનવારસી ઇનોવાને જપ્ત કરી

જે પ્રકારે તહેવારોની મોસમ ચાલી રહી છે તેમાં પણ ખાસ કરીને સાતમ આઠમના તહેવારની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ બુટલેગરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો તેમજ હાઇવે પર સધન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. શંકાસ્પદ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. 
રંગીલુ રાજકોટ: પોલીસે તહેવારો અગાઉ દારૂ ભરેલી બિનવારસી ઇનોવાને જપ્ત કરી

રાજકોટ : જે પ્રકારે તહેવારોની મોસમ ચાલી રહી છે તેમાં પણ ખાસ કરીને સાતમ આઠમના તહેવારની શરૂઆત થઇ ચુકી છે. જેના પગલે રંગીલા રાજકોટમાં દારૂની રેલમછેલ થાય તે પહેલા જ બુટલેગરને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારો તેમજ હાઇવે પર સધન પેટ્રોલિંગ હાથ ધર્યું છે. શંકાસ્પદ વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. 

બીજી તરફ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારે કરવામાં આવી રહ્યું છે. શહેરના ભક્તિનગર વિસ્તારમાં શ્રીનગર મેઇન રોડ પર શેરી નંબર 2 ખાતે ઉભેલી એખ કારમાં દારૂનો મોટો જથ્થો હોવાની પોલીસને માહિતી મળી છે. જેના આધારે પોલીસે ત્યાં પહોંચીને દરોડો પાડતા વિદેશી દારૂનો જથ્થો તેમજ ગાડી સહિતનો તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. 

પોલીસે અમદાવાદ પાસિંગની સેન્ટ્રો કાર અને વિદેશી દારૂની બોટલ સહિત એક લાખથી વધારેનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તો બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે શહેરમાં ડી માર્ટ મોલ પાસે આવેલા ઓવરબ્રિજ નીચેના પાર્કિંગમાં એક ઇનોવા કારમાં વિદેશી દારૂ પડેલો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના પગલે પોલીસે દરોડા પાડ્યા હતા. હાલ પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરીને ગાડીના માલિકની શોધખોળ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news