ધારાસભ્ય દળની બેઠકમાં ઉઠી માગ, પાયલટ જૂથની વાપસીના દરવાજા બંધ થાય, પગલા ભરવામાં આવે
ધારાસભ્ય દળની બેઠકમાંથી મોટો રાજકીય સંદેશ નિકળ્યો છે. પાયલટ કેમ્પ માટે કોંગ્રેસના દરબાજા હવે બંધ થઈ જવાના છે.
Trending Photos
જેસલમેરઃ રાજસ્થાનની રાજનીતિમાં શું થશે, તે તો નક્કી થવાનું બાકી છે, પરંતુ પક્ષ-વિપક્ષના નેતાઓની બેઠક જારી છે. આ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત જેસલમેરના સૂર્યગઢ પેલેસ પહોંચ્યા છે. અહીં ધારાસભ્ય દળની બેઠક યોજાઇ છે.
ધારાસભ્ય દળની બેઠકમાંથી મોટો રાજકીય સંદેશ નિકળ્યો છે. પાયલટ કેમ્પ માટે કોંગ્રેસના દરબાજા હવે બંધ થઈ જવાના છે. આ બેઠકમાં ધારાસભ્યોએ સચિન પાયલટ સહિત બળવાખોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.
Rajasthan: A meeting chaired by Chief Minister Ashok Gehlot is underway at Hotel Suryagarh in Jaisalmer.
Congress MLAs supporting CM are lodged at the hotel. pic.twitter.com/D6SDk9GDKi
— ANI (@ANI) August 9, 2020
તેના પર પ્રદેશ કોંગ્રેસ પ્રભાવી અવિનાશ પાંડેએ આસ્વાસન આપ્યું કે, બળવાખોરોનું હવે હાઈકમાનની સામે લોબીંગ થશે નહીં. આ બેઠક દરમિયાન શાંતિ ધારીવાલે પાયલટ પર આક્રમક પ્રહારો કર્યા હતા.
તો સીએમ અશોક ગેહલોતે કહ્યું કે, આ જીત અમારી અને સત્યની જ થશે. અમારા ધારાસભ્યોની એકતા અતૂટ છે. ધારાસભ્યની એકતાને કારણે ભાજપે ઘેરાબંધી માટે મજબૂત થવું પડ્યું છે.
ગેહલોતે કહ્યુ કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શું ઈચ્છે છે, તે કોઈથી છુપાયેલું નથી. ભાજપના ષડયંત્રની પોલ ખુલી ગઈ છે. આ ભાજપના ઘણા ધારાસભ્યો પણ જાણે છે. પાર્ટીમાં જૂથવાદ ચરમ પર છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે