રક્ષકો સાથે રક્ષાબંધન! કોલેજની વિદ્યાર્થિનીઓએ નડાબેટમાં જવાનોને બાંધી રાખડી
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી...
Trending Photos
અલ્કેશ રાવ, બનાસકાંઠા: આજે શ્રવણ સુદ પૂનમ અને આ દિવસને સમગ્ર દેશના લોકો રક્ષાબંધનના પર્વ નિમિતે ઉજવતા હોય છે... દેશની બહેનો પોતાના ભાઈના ઘરે પહોંચી ભાઈની ક્લાઈ પર ભાઈની રક્ષા કાજે રાખી બાંધતી હોય છે. અને ભાઈના લાંબા આયુષ્યની પ્રાર્થના કરતી હોય છે... પરંતુ આવા ભાઈ બહેનના પવિત્ર દિવસે પણ દેશના રક્ષકો એટલે કે આપણા દેશના જવાનો દેશની સીમા પર દેશના દુસ્મનો સામે પહેરો જમાવી બેઠા હોય છે. અને તેઓ પરિવાર સાથે આ પર્વની ઉજવણી કરી શકતા નથી. ત્યારે દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવવા ધાનેરાની કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા ઝીરો પોઈન્ટ પર પહોંચી અને દેશના બીએસએફ જવાનોને રાખડી બાંધી અને જવાન ભાઈઓ સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી..
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આવેલ સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીનીઓ ભાઈ બહેનના પવિત્ર તહેવાર એવા રક્ષાબંધન પર્વની ઉજવણી કરવા બનાસકાંઠામાં આવેલી ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી... સમગ્ર દેશ આજે રક્ષાબંધનના પર્વની ઉજવણીમાં મસગુલ છે. પરંતુ દેશના જવાનો આજે પણ સીમા સુરક્ષા માટે તૈનત જોવા મળી રહ્યા છે.
હિન્દુ ધર્મ માટે ભાઈ બહેનનો આ પવિત્ર દિવસ છે આ જવાનોને પણ પોતાની બહેનો સાથે મળી આ પર્વની ઉજવણી કરવી છે પરંતુ દેશની સુરક્ષા કાજે આ જવાનો દુશ્મનો સામે પહેરો જમાવી આજે પણ દેશની બોર્ડર પર તૈનત જોવા મળી રહ્યા છે. ત્યારે આ બીએસએફ જવાનો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવા પહોંચેલી બહેનોને જોઈ જવાનોમાં અનેરો ઉત્સાહ સાથે બીએસએફના જવાનોની આંખોમાં પણ ખુશીના આંસુ જોવા મળ્યા... પોતાના વતનથી માઈલો દૂર ભારત પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર પર દેશ માટે દિવસ રાત ફરજ બજાવી દેશની રક્ષા કરતા બીએસએફના જવાનોની રક્ષા માટે કોલેજની બહેનોએ જવાનોની રક્ષા માટે તેમને રાખડી બાંધીને વિદ્યાર્થીનીઓ ખુશખુશાલ બની.
સામાન્ય રીતે દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના પરિવાર સાથે અને પોતાના ભાઈ સાથે રક્ષાબંધનનો પર્વ મનાવતી હોય છે. પરંતુ આજે આ વિદ્યાર્થીનીઓ દેશના જવાનો સાથે રક્ષાબંધન મનાવતા બહેનોને અનેરી ખુશી મળી...તમામ બહેનોએ થાળીમાં કંકુ,ચોખા,મીઠાઈ અને રાખડી સાથે બોર્ડર પર જઈ બીએસએફના જવાનોને તિલક કરી રાખડી બાંધી અને મો મીઠું કરાવી પોતાના ભાઈ સમા દેશના જવાનોની દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી તો સાથે જ બીએસએફના જવાનોએ પણ પોતાની બહેનસમી આ બહેનોને આશીર્વાદ પાઠવ્યા... ત્યારે ભાઈ બહેનના પવિત્ર તહેવારની ઉજવણી સમગ્ર દેશમાં તો ખરીજ પરંતુ ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડરના આ આહલાદક દ્રશ્યો સૌ કોઈની આંખમાં ખુશીના આંસુ લાવી દે તેવા છે..
ધાનેરા કોલેજની વિદ્યાર્થિની લલિતાએ જણાવ્યુંકે, અમે આજે બોર્ડર પર જવાનોને રાખડી બાંધવા આવ્યા આ જવાનો ઘરે જઇ શકતા નથી અને તેમની બહેનો અહીં આવી શક્તિ નથી ત્યારે અમે જવાનોની નાની બહેન બની આવ્યા છીએ...ધાનેરા કોલેજની વિદ્યાર્થિની ટ્વિકંલે જણાવ્યુંકે, અમે આ જવાનોની નાની બહેનો છીએ... અમે દેશની રક્ષા કરતા આ જવાનોને રાખડી બાંધી છે. ધાનેરા કોલેજના આચાર્ય રૂપાભાઈએ જણાવ્યું કે, અમારી કોલેજની દીકરીઓએ કહ્યું કે માં ભૌમની રક્ષા કરતા જવાનભાઈઓને રાખડી બાંધીએ અને એટલે જ અમે કોલેજમાંથી દીકરીઓને લઇ બોર્ડર પર રાખડીના પવિત્ર પર્વની ઉજવણી કરવા પહોચ્યા હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે