દેશની 1200 કરોડની સંપત્તિ પાકિસ્તાનના કબજામાં, રાજ્યસભાના સાંસદનો PM મોદીને પત્ર
ગુજરાતના રાજ્ય સભાના સાંસદ (Rajya Sabha MP) રામભાઈ મોકરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખ્યો છે. જેમાં દેશની અંદાજિત 1200 કરોડની સંપત્તિ એવી ફીસિંગ બોટ (Fishing Boat) પાકિસ્તાનના કબ્જામાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે
Trending Photos
- માછીમારીની લાલચે બોર્ડર ક્રોસ કરતા માછીમારો
- 540 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ
ગૌરવ દવે/ રાજકોટ : ગુજરાતના રાજ્ય સભાના સાંસદ (Rajya Sabha MP) રામભાઈ મોકરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખ્યો છે. જેમાં દેશની અંદાજિત 1200 કરોડની સંપત્તિ એવી ફીસિંગ બોટ (Fishing Boat) પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવવાની માંગ કરી છે. એટલું જ નહીં માછીમારી કરતા 540 જેટલા માછીમારો (Fisherman) પણ પાકિસ્તાનની જેલમાં (Pakistan Jail) કેદ છે તેને મુક્ત કરાવવાની માંગ કરી છે.
રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP) રામભાઈ મોકરિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને (PM Narendra Modi) પત્ર લખીને પાકિસ્તાનના કબજામાં રહેલા ભારતીય માછીમારોને મુક્ત કરાવવાની માંગ કરી છે. રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, અવાર નવાર ભરતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન માછીમારોનું (Fisherman) બોટ સાથે અપહરણ કરી જાય છે. 540 કરતા વધુ માછીમારો પાકિસ્તાનની જેલમાં (Pakistan Jail) છે અને 1130 જેટલી બોટ પાકિસ્તાનમાં સળી રહી છે. અંદાજિત 1200 કરોડ રૂપિયાની બોટ પાકિસ્તાનમાં (Pakistan) સળી રહી છે જે રાષ્ટ્રીય સંપત્તિ છે.
માછીમારો ફીસિંગની લાલચે બોર્ડર ક્રોસ કરી જાય છે- રામભાઈ મોકરિયા
પાકિસ્તા મરીન દ્વારા અપહરણ કરી ગયેલા માછીમારોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા માસિક 9 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે. જોકે ભારતીય નેવી અને કોસ્ટગાર્ડ સતત પેટ્રોલિંગ કરતું રહે છે પરંતુ માછીમારો લાલચમાં આવીને ફીસિંગ માટે બોર્ડર ક્રોસ કરી જાય છે અને પરત ફરતી વખતે બોટના એન્જીન ખરાબ થઈ જતા હોવાથી પાકિસ્તાની મરીન અપહરણ કરી જતા હોવાનું રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો:- ઓખા-માધવપુરનો હવે ‘જમાનો’ આવશે, સૌરાષ્ટ્રનાં 7 ટાપુ આંદમાન-નિકોબારને ટક્કર આપશે તેવા બનાવાશે
માત્ર પોરબંદરની જ 900 બોટ
ગુજરાત 1600 કિલો મીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. દરિયા કિનારે વસેલા નાના ગામડા અને શહેરોના માછીમારો દરિયો ખેડવા જતા હોય છે ત્યારે ભારતીય જળ સીમામાંથી પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ કરી જવાની ઘટનાઓ બનતી હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો ન હોવાથી પાકિસ્તાન મરીનની અવળ ચંડાઇ સામે આવતી હોય છે. ગુજરાતની 1130 બોટના અપહરણમાથી 900 બોટ માત્ર પોરબંદર શહેરની છે. એક ફીસિંગ બોટની અંદર 5 જેટલા માછીમારો હોઈ છે. જ્યારે એક બોટનું અપહરણ થાય ત્યારે પાંચ પરિવારોની રોજીરોટી છીનવાઈ જતી હોય છે.
એક ફીસિંગ બોટની કિંમત 50 થી 60 લાખ
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ જણાવ્યું હતું કે, પીડિત માછીમાર સમાજને ન્યાય મળે અને પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારો પરત આવે તેવા સરકારના પ્રયાસો રહેશે. જોકે એક બોટની કિંમત અંદાજિત 50 થી 60 લાખ રૂપિયાની થાય છે. 1130 બોટ પાકિસ્તાનના કબજામાં છે. જેની અંદાજિત કિંમત 1200 કરોડ આસપાસ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે