Sojitra Gujarat Chutani Result 2022 સોજીત્રા બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસ હાર્યું

Sojitra Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ગુજરાતમાં શાસનની ધૂરા પર ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી AAPનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

Sojitra Gujarat Chutani Result 2022 સોજીત્રા બેઠક પર ભાજપનો વિજય, કોંગ્રેસ હાર્યું

Sojitra Gujarat Chunav Result 2022: સોજીત્રા આણંદ જિલ્લામાં આવેલું છે. સોજિત્રા આઝાદીના ઈતિહાસ સાથે જોડાયેલુ શહેર છે. ભાલ પંથકનો પ્રવેશ દ્વાર ગણાતી સોજિત્રા બેઠક પર 104022 પુરુષ મતદારો, 9524 સ્ત્રી મતદારો મળીને કુલ 199051 મતદારો હોવાનો અંદાજ છે. આ બેઠક અંતર્ગત સોજીત્રા તાલુકો અને તેના ગામ, તારાપુર તાલુકાના ગામ અને પેટલાદ તાલુકાના ગામોનો સામવેશ થાય છે.

  • સોજીત્રા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
  • ભાજપ ઉમેદવાર પટેલ વિપુલકુમાર વિનુભાઈ 29519 મતથી જીત્યા
  • સોજીત્રા બેઠક પર કોંગ્રેસની કારમી હાર

સોજીત્રા વિધાનસભા બેઠકઃ -
આ બેઠક પર સવિસ્તાર નજર કરીએ તે પહેલા આ બેઠકના ઈતિહાસની ઝાંખી મેળવવી ખૂબ જરૂરી છે. કેમ કે આ એક એવુ સ્થળ છે જેનુ રાજકીય જ નહી પણ ઐતિહાસિક મહત્વ પણ ખૂબ વધારે છે. આઝાદીના લડવૈયા અને જાણીતા શિલ્પી કાંતિભાઈ પટેલનો જન્મ પણ સોજિત્રામાં જ થયો હતો. વિદ્યાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ તેમના દ્વારા જ તૈયાર કરવામાં આવી હતી. અહીં આવેલા કુંડ અને દિગંબર જૈનોના દેરાસરો બેનમૂન સ્થાપત્યોના ઉત્તમ ઉદાહરણ છે.

આણંદની સોજિત્રા બેઠક પરના જ્ઞાતિવાદી સમીકરણની વાત કરવામાં આવે તો આ બેઠક પર પાટીદાર, કોળી અને રાજપૂત સમાજનુ વર્ચસ્વ જોવા મળે છે. એટલે કે આ જાતિના મતો આ બેઠક પર ઉમેદવારની હારજીત માટેનુ મુખ્યય પરિબળ ગણવામાં આવે છે.

મુદ્દાઃ-
આ બેઠક પર મુખ્ય સમસ્યાઓની વાત કરીએ તો સોજીત્રામાં મોટી જીઆઈડીસી તો સ્થાપવામાં આવી છે, પણ અહીંના સ્થાનિક યુવાનોને તેનાથી રોજગારીના કોઈ લાભ પ્રાપ્ત થયા નથી. સ્થાનિક ઉદ્યોગોમાં બહારના લોકોને રોજગારી અપાતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. આવા અન્યાયને કારણે અહીંના યુવાનો બોરસદ, આણંદ અને છેક અમદાવાદ સુધી રોજગારી મેળવવા માટે લાંબા થાય છે. આ સિવાય સોજિત્રા અને તારાપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની ખૂબ અછત જોવા મળે છે.

2022ની ચૂંટણી: - 

પક્ષ    ઉમેદવાર     (હેડર)
ભાજપ    વિપુલ પટેલ
કોંગ્રેસ     પૂનમભાઈ પરમાર
આપ    મનુભાઈ ઠાકોર

2017ની ચૂંટણી: -
વર્ષ 2017 માં ગુજરાતના આણંદ જિલ્લાની સોજિત્રા બેઠક પર કોંગ્રેસે જીતના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું અને કોંગ્રેસના ઉમેદવાર પૂનમ પરમારનો વિજય થયો હતો.

2012ની ચૂંટણી: -
2012માં આ બેઠક સામાન્ય બની હતી અને કોંગ્રેસના પૂનમ પરમાર વિજેતા થયા હતા. તેમને 65210 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર વિપુલ પટેલને 65048 મત મળ્યા હતા. એટલે કે કોંગ્રેસના ઉમેદવાર માત્ર 162 મતોના ઓછા માર્જીનથી ચૂંટણી જીતી શક્યા હતા. આ જ કારણ છે કે, ભાજપે વિપુલ પટેલ પર વિશ્વાસ મૂકીને ફરીથી ચૂંટણી લડી હતી. બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યને મેદાનમાં ઉતાર્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news