પિતાએ 2 મહિનાની માસુમને અંધશ્રદ્ધાની આગમાં ધકેલી, ને ભુવાએ શરીરે ડામ આપ્યા

રંગીલા રાજકોટમાં અંધશ્રદ્ધાનો ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 2 માસની માસુમ દીકરીને શરીરે ડામ આપવામા આવ્યા છે. ગોંડલના ગુદાળા ચોકડી પાસે રહેતા પરિવારે 2 માસની દીકરીને શરીરે ડામ આપ્યા હતા. 15 દિવસ પહેલા ડામ દીધા બાદ ગોંડલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેના બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે તેનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતમાં વિકાસની ભલે ગમે તેટલી વાતો કરવામાં આવે પરંતુ આવા કિસ્સા ગુજરાતના વિકાસ પર કાળી ટીલ્લી સમાન છે.
પિતાએ 2 મહિનાની માસુમને અંધશ્રદ્ધાની આગમાં ધકેલી, ને ભુવાએ શરીરે ડામ આપ્યા

નવનીત લશ્કરી/રાજકોટ :રંગીલા રાજકોટમાં અંધશ્રદ્ધાનો ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. માત્ર 2 માસની માસુમ દીકરીને શરીરે ડામ આપવામા આવ્યા છે. ગોંડલના ગુદાળા ચોકડી પાસે રહેતા પરિવારે 2 માસની દીકરીને શરીરે ડામ આપ્યા હતા. 15 દિવસ પહેલા ડામ દીધા બાદ ગોંડલ હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જેના બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. ત્યારે વિજ્ઞાન જાથાની ટીમે તેનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાતમાં વિકાસની ભલે ગમે તેટલી વાતો કરવામાં આવે પરંતુ આવા કિસ્સા ગુજરાતના વિકાસ પર કાળી ટીલ્લી સમાન છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ મધ્યપ્રદેશનો પરિવાર વર્ષોથી ગોંડલના ગુંદાળા ચોકડી પાસે રહે છે. મધ્ય પ્રદેશના અખિલેશ નામના યુવકને સંતાનમાં બે માસની દીકરી છે. અખિલેશ ગુંદાળામાં મજૂરીકામ કરીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. આવામાં તેની બે માસની દીકરીને તાણ, આંચકી આવતી હતી. જેથી તે જન્મ બાદ સતત બીમાર રહેતી હતી. તેથી અખિલેશ તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે ભુવા પાસે લઈ ગયો હતો. 

ભૂવાએ દીકરીને સારું થાય તે માટે પેટના ભાગે ત્રણ જેટલા ડામ દીધા હતા. જેને દીકરીની તબિયત લથડી હતી. જેથી તેને પહેલા ત ગોંડલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. બાદમાં તે સારી ન થતા તેને રાજકોટ શહેરની કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

ખુદ અખિલેશે દીકરીને ડામ દીધાની વાતની કબૂલાત કરી હતી. વિજ્ઞાન જાથાની ટીમ દ્વારા સમગ્ર મામલાનો પર્દાફાશ કરાયો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news