RAJKOT SOUTH Gujarat Chutani Result 2022 રાજકોટ દક્ષિણ બેઠક પર લીડનો નવો રેકોર્ડ સ્થાપિત થયો, રમેશ ટીલાળા નવા MLA

RAJKOT SOUTH Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
 

RAJKOT SOUTH Gujarat Chutani Result 2022 રાજકોટ દક્ષિણ બેઠક પર લીડનો નવો રેકોર્ડ સ્થાપિત થયો, રમેશ ટીલાળા નવા MLA

રાજકોટઃ RAJKOT SOUTH Gujarat Chunav Result 2022: રાજકોટની આ બેઠક ભાજપ માટે ખૂબ જ મહત્વની બેઠક રહી છે, 1995થી સતત ભાજપનો દબદબો આ બેઠક પર રહ્યો છે...સતત ત્રણ ટર્મથી ગોંવિદ પટેલ આ બેઠક પર જીતતા આવ્યા છે ત્યારે આ વખતે ભાજપ અને કોગ્રેસે આ બેઠક પર નો રિપીટ થીયરીનો પ્રયોગ કર્યો છે... 

રાજકોટ દક્ષિણ બેઠક પર લીડનો નવો રેકોર્ડ રમેશ ટીલાળાના નામે થયો સ્થાપિત

રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠક પર રમેશ ટીલાળા ચૂંટાઇને ધારાસભ્ય બન્યા 
78864 મતથી ભાજપના રમેશ ટીલાળાની જીત 
રમેશ ટીલાળાને મળ્યા 101734 મત 
હિતેશ વોરાને મળ્યા 22507 મત 
શિવલાલ બારસીયાને મળ્યા 22870 મત 
નોટાને મળ્યા 2353 મત

2022ની ચૂંટણી
ભાજપે આ બેઠક પર નો રીપિટ થીયરી અપનાવી છે ભાજપે ખોડલધામના પૂર્વ ટ્રસ્ટી રમેશ ટીલાળાને મેદાને ઉતાર્યા છે..તો કોગ્રેસે હિતેશભાઈ વોહરાને ટીકીટ આપી છે ત્યારે આપે શિવલાલ બરાસિયાને ચૂંટણી જંગમા ઉતાર્યા છે....

2017ની ચૂંટણી
2017માં ગોવિંદ પટેલે 47000થી વધુ મતોની લીડથી તેમણે જીતનો પરચમ લહેરાવ્યો હતો..ત્યારે ડો.દિનેશ ચોવટીયાની હાર થઈ હતી,...

2012ની ચૂંટણી
કોગ્રેસના મિતુલ દોંગાની હાર થઈ હતી અને ભાજપના ગોવિંદ પટેલ 50 હજારથી વધુ મતના માર્જિનથી જીત્યા હતા...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news