Panchmahal Godhara Gujarat Chutani Result 2022 : પંચમહાલમાં ભગવો લહેરાયો, ભાજપના સી.કે રાઉલજીની જીત

Panchmahal Godhara Gujarat Chutani Result 2022: 2002ના ગોધરા કાંડના કારણે હંમેશા ચર્ચામાં રહેતી ગોધરા બેઠક પર 2022માં જંગ ખરાખરીનો રહેશે. કોમી વયમનસ્યના દાવાઓનું સાક્ષી બનતી ગોધરા બેઠક પર સી કે રાઉલજી પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. આ વખતે કોણ બાજી મારે છે તે જોવાનું રહેશે.

Panchmahal Godhara Gujarat Chutani Result 2022 : પંચમહાલમાં ભગવો લહેરાયો, ભાજપના સી.કે રાઉલજીની જીત

Panchmahal Godhara Gujarat Chutani Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.

બેઠક : ગોધરા
રાઉન્ડ : 17 પૂર્ણ
પક્ષ :  ભાજપના સી.કે.રાઉલજી
મત : 22134 થી આગળ

ભાજપ ના સી.કે.રાઉલજી ની જીત લગભગ નક્કી

બેઠક : ગોધરા
રાઉન્ડ : 13 પૂર્ણ
પક્ષ :  ભાજપના સી.કે.રાઉલજી
મત : 43392 થી આગળ

સી.કે.રાઉલજી જીત તરફ આગળ વધી રહ્યા છે
ગોધરા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી ની તૈયારી ઓ શરૂ

બેઠક : ગોધરા
રાઉન્ડ : 11 પૂર્ણ
પક્ષ :  ભાજપના સી.કે.રાઉલજી
મત : 34637 થી આગળ

સી.કે.રાઉલજી જીત તરફ આગળ વધી રહ્યા છે
ગોધરા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી ની તૈયારી ઓ શરૂ
ગોધરા માં જશ્ન ના માહોલ ની તૈયારીઓ

બેઠક : ગોધરા
રાઉન્ડ : 10 પૂર્ણ
પક્ષ :  ભાજપના સી.કે.રાઉલજી
મત : 31284 થી આગળ

Panchmahal Godhara   Gujarat Chunav Result 2022:  પંચમહાલ ગોધરા વિધાનસભા બેઠક 
ગોધરા શહેર ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાનું તેમજ ગોધરા તાલુકાનું મુખ્યમથક છે. વારંવાર ગોધરા કોમી વયમનસ્યના દાવાઓનુ સાક્ષી બનતુ આવ્યું છે. જેના કારણે વિશ્વમાં સૌથી દિવસ કર્ફ્યુ રહ્યાંનો રેકોર્ડ પણ ગોધરાના નામે જ છે.  વર્ષ 2002માં ભડકેલી હિંસા બાદ બેઠક તમામ રીતે ખૂબ જ મહત્વની બની રહી છે. આ બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ મતદારોના 50 ટકાથી વધુ ઓબીસી મતદાર છે. આ સિવાય બક્ષીપંચ સમાજના 48 ટકા મતદારો, મુસ્લિમ સમાજના 20 ટકા મતદારો અને અન્ય સમાજના 22 ટકા મતદારો જોવા મળે છે. અહીંના 65000 મુસ્લિમ મતદારો છે, જે કોંગ્રેસની વૉટબેંક ગણાય છે. અહીં બક્ષીપંચ અને મુસ્લિમ સમાજના મત નિર્ણાયક ગણાય છે. અહીં આશરે કુલ 250887 મતદારો હતા, જેમાં 128560 પુરૂષ, 122324 મહિલા અને 3 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.

2022ની ચૂંટણી
આ વખતે ભાજપે ફરીથી સી કે રાઉલજી પર વિશ્વાસ મુકતા ઉમેદવાર બનાવ્યા. તો કોંગ્રેસે રશ્મિતાબેન ચૌહાણ અને આમ આદમી પાર્ટીએ રાજેશ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. 

2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આ સીટ આંચકી હતી. પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા સી કે રાઉલજીએ કોંગ્રેસના રાજેન્દ્ર પરમાર સામે 258 જેટલા નજીવા મતના માર્જીનથી જીત મેળવી હતી. 

2012ની ચૂંટણી
2012માં કોંગ્રેસના સી કે રાઉલજીએ ભાજપના પ્રવિણસિંહ ચૌહાણ સામે 2868 મતોની સરસાઇથી જીત મેળવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news