પેપર લીકના 24 કલાકમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ‘સાહેબે’ કરી પાર્ટી, ને વિદ્યાર્થીઓ ફરી પરીક્ષાની મહેનતમાં લાગ્યા

સૌરાષ્ટ્ર યુનવર્સિટી વિવિધ કૌભાંડ બાદ હવે કૌભાંડોની યુનિવર્સિટી બની ગઈ છે. રાજકોટ પેપર લીક કાંડમાં રાજકારણ ગરમાયુ છે. બાબરા સરદાર પટેલ લો કોલેજમાં રાજકારણ ગરમાયુ છે. પરંતુ લાગે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ કૌભાંડોમાં કોઈ રસ નથી. યુનિ. પેપર લીક કાંડના 24 કલાકમાં જ તેમણે પાર્ટી કરી હતી. શુક્રવારે રાત્રે પાર્ટી યોજાઈ હતી. જેમાં અનેક મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.
પેપર લીકના 24 કલાકમાં સૌરાષ્ટ્ર યુનિ.ના ‘સાહેબે’ કરી પાર્ટી, ને વિદ્યાર્થીઓ ફરી પરીક્ષાની મહેનતમાં લાગ્યા

ગૌરવ દવે/રાજકોટ :સૌરાષ્ટ્ર યુનવર્સિટી વિવિધ કૌભાંડ બાદ હવે કૌભાંડોની યુનિવર્સિટી બની ગઈ છે. રાજકોટ પેપર લીક કાંડમાં રાજકારણ ગરમાયુ છે. બાબરા સરદાર પટેલ લો કોલેજમાં રાજકારણ ગરમાયુ છે. પરંતુ લાગે છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ કૌભાંડોમાં કોઈ રસ નથી. યુનિ. પેપર લીક કાંડના 24 કલાકમાં જ તેમણે પાર્ટી કરી હતી. શુક્રવારે રાત્રે પાર્ટી યોજાઈ હતી. જેમાં અનેક મહેમાનોને બોલાવવામાં આવ્યા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પેપર લીક થયાના 24 કલાક બાદ જ યુનિવર્સિટી દ્વારા પાર્ટી યોજવામાં આવી હતી. પાર્ટીમાં લોકોએ મનગમતા ભોજનની મોજ માણી હતી. વાઈસ ચાન્સેલરના બંગલે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારે પેપર લીક બાદ યોજાયેલી પાર્ટીથી અનેક સવાલો ઉઠ્યા છે. લગભગ 200 જેટલા મહેમાનો આ પાર્ટીમાં હાજર રહ્યા હતા. ત્યારે શું પેપર લીક કૌભાંડ સત્તાધીશો ભૂલી ગયા, શુ તેમને વિદ્યાર્થીઓના ભાવિની કોઈ ચિંતા નથી.

આ વિશે યુનિવર્સિટીના કુલપતિ નીતિન પેથાણીએ આ પાર્ટી અંગે ખુલાસો આપતા જણાવ્યું કે, આ આયોજન પેપર લીક પહેલા કરાયુ હતું. આ પાર્ટી તપાસ પૂર્ણ કર્યા બાદ કરાયુ હતું. વિદ્યાર્થીઓની મને ચિંતા છે જ. પણ મારી સામાજિક જવાબદારી પણ છે, જે મેં બજાવી હતી. 

બીજી તરફ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કેસ અનેક સવાલો ઉભા કરે છે. પરીક્ષામાં ઓબ્ઝર્વરને ખોટો સમય અપાતા ઉઠ્યા અનેક સવાલ ઉઠ્યા છે. ઓબ્ઝરવરને ઓર્ડર 10.30 વાગ્યાનો કરાયો હતો. પરંતુ પરીક્ષા સવારે 10 વાગ્યે જ શરૂ થઈ ગઈ હતી. તે પહેલા પેપર સવારે 8 વાગ્યે જ લીક થઈને વાયરલ થયું હતું. ત્યારે બાબરાની સરદાર પટેલ કોલેજ સામે કાર્યવાહી કરવા અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે મૌન દાખવ્યુ હતું. માત્ર કોલેજ જ નહિ, ઓબ્ઝરર્વરને પણ ખોટો સમય ફાળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ હવે શંકામાં આવી ગઈ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news