રાજપૂતાણીઓનું શૌર્ય, બાઈક પર તલવાર પકડીને કર્યા ગરબા, Video જોઈને કહેશો વાહ

ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહિ, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપૂતાણીઓનું અદભૂત શૌર્ય જોવા મળ્યુ હતું. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ તેઓએ કરી બતાવ્યા હતા. મહિલાઓએ બાઈક પર તલવાર પકડીને રાસ કર્યો હતો.
રાજપૂતાણીઓનું શૌર્ય, બાઈક પર તલવાર પકડીને કર્યા ગરબા, Video જોઈને કહેશો વાહ

ગૌરવ દવે/રાજકોટ :ગુજરાતના ગરબા એટલે કંઈ ત્રણ તાળી નહિ, અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે. અલગ રીતે રમાય છે. ત્યારે ગુજરાતના રાજપૂત સમાજની મહિલાઓ તલવાર સાથે રાસ કરે છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે નવરાત્રિની ઉજવણી કરાઈ હતી. જેમાં રાજપૂતાણીઓનું અદભૂત શૌર્ય જોવા મળ્યુ હતું. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ તેઓએ કરી બતાવ્યા હતા. મહિલાઓએ બાઈક પર તલવાર પકડીને રાસ કર્યો હતો.

રાજકોટના ભગીની ફાઉન્ડેશન દ્વારા આ અદભૂત આયોજન કરાયુ હતું. ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજની દીકરીઓ દ્વારા બાઈક પર તલવાર સમેણવામાં આવ્યા હતા. જેમાં એક સાથે 100 બહેનોએ તલવાર તલવાર સમેંણી કર્યા હતા. 

No description available.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ રાજવી પરિવારના મહારાણી કાદંબરી દેવી દ્વારા દર વર્ષે નવરાત્રિમાં આ તલવાર રાસનું ખાસ આયોજન કરવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહે છે. આ ગરબામાં નવરાત્રિમાં ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા તલવાર સમેણવામાં આવી હતી. 

આ પ્રસંગે મહારાણી કાદંબરી દેવીએ કહ્યું કે, રાજપૂત સમાજની સંસ્કૃતિ અને પરંપરાને બચાવવા માટે અમે દર વર્ષે આ કાર્યક્રમ યોજીએ છીએ. પરંપરા ધીરે ધીરે હવે લુપ્ત થતી જાય છે. આધુનિક યુગમા પણ હિન્દુ સંસ્કૃતિની જાળવી રાખવી જરૂરી છે. તમામ મહિલાઓ સક્ષમ છે, અને વર્ષોથી આ કામ કરે છે. તેમનાથી અન્ય મહિલાઓને પ્રેરણા મળે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news