કોરોનાના ગંભીર દર્દી પણ સાજા થઈ શકે છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે રાજકોટના આ શખ્સ

કોરોનાના ગંભીર દર્દી પણ સાજા થઈ શકે છે, તેનું જીવતું જાગતું ઉદાહરણ છે રાજકોટના આ શખ્સ
  • લોકોમાં ઘર કરી ગયેલો ડર, વેન્ટિલેટર પર દર્દીઓના મોત જ થાય તે માન્યતા ખોટી
  • સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા અને પરિવારજેવો માહોલ મળે છે 
  • દર્દીઓ દાખલ થાય પછી કોરોનાને હરાવવાનો દ્રઢ મનોબળ રાખવો જરૂરી

ગૌરવ દવે/રાજકોટ :લોકોમાં ઘર કરી ગયેલી એક માન્યતા છે કે, વેન્ટિલેટર પર રહેલો કોરોના દર્દી ઘરે સાજો થઈ પરત ફરતો નથી. જોકે રાજકોટના કિરીટભાઈ મકવાણા નામના દર્દીનું ઓક્સિજન લેવલ 70 થી નીચે જતા વેન્ટિલેટર પર સારવાર શરૂ કરવામાં આવી હતી. દ્રઢ મનોબળને કારણે તને કોરોનાને મહાત આપી સજા થઈ સ્વાસ્થ્ય થઈ ઘરે પરત ફર્યા છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારના માહોલમાં સ્વગૃહે જવા રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : 101 વર્ષના મોતીબેન સામે કોરોના પણ હાર્યો, ઘરમાં રહીને જ સ્વસ્થ થયા 

કોણ કહે છે કે વેન્ટીલેટર પરના દર્દીઓ સાજા જ નથી થતા ? ઉપલેટાના 50 વર્ષના કિરીટભાઇ મકવાણાને ચાર દિવસ સુધી કોરોનાનું નિદાન થયું હતું અને કોરોનાની દવા ચાલુ હોવા છતાં 15 એપ્રિલે તેમનું ઓક્સિજન લેવલ ઘટીને 70 થઇ ગયું. આથી તેઓ ઓક્સિજન સિલિન્ડર લઇને વધુ સારવાર અર્થે રાજકોટ આવવા નીકળી પડ્યા. બે કલાક રાહ જોયા બાદ તેમનો સિવિલ હોસ્પિટલમાં વારો આવી ગયો અને તેમને નોન રી-બ્રીધીંગ માસ્ક મારફતે ઓક્સિજન આપવાનું શરુ કરાયું હતું. ૩ દિવસમાં સારૂં થઇ જતાં તેમને કેન્સર હોસ્પિટલના કોવિડ કેર સેન્ટર ખાતે ટ્રાન્સફર કરાયા. જોકે કિરીટભાઇને બીજે જ દિવસે અહીં પણ ઓક્સિજન લેવલ ઘટી જતાં ફરી એક વાર નોન રી-બ્રીધીંગ માસ્કની સારવાર આપવામાં આવી. જે કારગત ન નીવડી અને ફરી તાત્કાલિક વેન્ટીલેટર પર લેવામાં આવ્યા. ૩ દિવસ વેન્ટીલેટરની સારવાર લીધા બાદ વધુ ત્રણ દિવસ નોન રી-બ્રીધીંગ માસ્ક પર રહીને કિરીટભાઇએ અંતે કોરોનાને હરાવીને તારીખ 4 મે ના રોજ સ્વગૃહે પરિવારજનો પાસે પહોંચી ગયા છે. 

ઉત્સાહી વલણ પણ જવાબદાર - તબીબ

કિરીટભાઇના ફેમિલી ડોક્ટર દિપ ચૌહાણે જણાવ્યું હતું કે, લોકોમાં ઘર કરી ગયેલી માન્યતા કિરીટભાઇએ સરકારી સારવાર લઇને ખોટી પાડી છે કે વેન્ટીલેટર પરના દર્દીઓ ઘરે પાછા જ નથી ફરતા. કિરીટભાઇનું ઉત્સાહી વલણ પણ આ માટે જવાબદાર છે.

No description available.

કેન્સર હોસ્પિટલમાં ઉત્તમ સારવાર - ઉષાબેન ભટ્ટ

રાજકોટના કાલાવડ રોડ પર રહેતા ઉષાબેન ભટ્ટ અઠવાડિયા પહેલા કોરોનાનું સંક્રમિત થયા હતા. વધારે તકલીફ જણાતા સૌપ્રથમ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. ઉષાબેને જણાવ્યું હતું કે, કેન્સર કોવિડ હોસ્પિટલમાં નિયમિત તપાસ કરવામાં આવતી હતી. સ્ટાફની દરેક વ્યક્તિ દર્દીની સારવારમાં પૂરતું ધ્યાન આપે છે. હોસ્પિટલમાં સારી સારવાર મળી જતા અને તેમની તબિયત સારી થઈ ગઈ છે અને ઘરે પરત ફર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news