રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ કલબ યુ.વી ના સંસ્થાના ચેરમેન અને જાણીતા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્રભાઈ ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે તેમણે પોતાની પ્રોપર્ટીની ઓફિસમાં આત્મહત્યા કરી છે, છે, જે રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ નક્ષત્ર બિલ્ડીંગના પાંચમા માળે આવેલી છે. તેમના આપઘાતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. 
રાજકોટના જાણીતા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા

ગૌરાંગ દવે/રાજકોટ :સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ કલબ યુ.વી ના સંસ્થાના ચેરમેન અને જાણીતા કડવા પાટીદાર આગેવાન મહેન્દ્રભાઈ ફળદુએ આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તેમણે તેમણે પોતાની પ્રોપર્ટીની ઓફિસમાં આત્મહત્યા કરી છે, છે, જે રાજકોટના 150 ફૂટ રિંગરોડ પર આવેલ નક્ષત્ર બિલ્ડીંગના પાંચમા માળે આવેલી છે. તેમના આપઘાતના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો સિવિલ હોસ્પિટલમાં દોડી ગયા હતા. 

પહેલા ઝેરી દવા પીધી, પછી ગળે ફાંસો લગાવ્યો
આજે સવારે 10 વાગ્યાની આસપાસનો બનાવ બન્યો હતો. સવારે ઘરેથી નીકળ્યા પછી મહેન્દ્ર ફળદુ ઓફિસ પહોંચ્યા હતા, પરંતુ ઓફિસમાં કોઈ સ્ટાફ આવે તે પહેલા જ તેમણે મોત વ્હાલુ કર્યુ હતું. જીવ વહેલો જાય તે માટે તેમણે પહેલા ઝેરી દવા ગટગટાવી હતી, ત્યાર બાદ ગળે ફાંસો લગાવ્યો હતો. તેઓ ક્લબ યુવી, ઉમિયા માતાજી મંદિર - સિદસર, સરદારધામ, VYO હવેલી, જેવી સંસ્થામાં જવાબદારી સંભાળતા હતા.

મારી આત્મહત્યા માટે ઓઝોન ગ્રૂપ જવાબદાર
આશ્ચર્યની વાત તો એ છ કે, મહેન્દ્રભાઇએ મૃત્યુ પહેલા અખબારો ઉપર એક પ્રેસનોટ મોકલી હતી. જેમાં તેમણે લખ્યુ હતું કે, "હું મહેન્દ્ર ફળદુ આ સાથેની પ્રેસ નોટ મુજબ આત્મહત્યા કરી રહ્યો છું. આ આત્મહત્યા માટે ઓઝોન ગ્રૂપ જ જવાબદાર છે. મારી ૩૩ કરોડની મિલકતના દસ્તાવેજ કરી આપતા નથી. મારા ગ્રૂપના સીતેર કરોડના દસ્તાવેજ છે. અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ,અતુલ મહેતા અને અમદાવાદ લોકો જ જવાબદાર છે. મને ખુબજ હેરાન કરેલ છે. મારા ઉપર ફરિયાદો કરે છે, ધમકીઓ આપે છે, મને મારવા માટે દવા પીવા માટે આ લોકો જ જવાબદાર છે. મારું અને મારા પરિવારનો હવે વિશ્વાસ આપ પ્રેસ ઉપર છે. અમોને ન્યાય અપાવજો
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news