રંગીલા રાજકોટવાસીઓ સાવધાન! થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ડ્રગ્સ- દારૂનું સેવન કર્યું તો ખેર નથી!

દારૂ સાથે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનારા લોકોને જળપવા આ વખતે રાજકોટ પોલીસ મોબાઇલ કીટ નો ઉપયોગ કરશે. જેનું રીઝલ્ટ ગણતરીની મિનિટોમાં જ આવી જશે. થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે.

રંગીલા રાજકોટવાસીઓ સાવધાન! થર્ટી ફર્સ્ટની પાર્ટીમાં ડ્રગ્સ- દારૂનું સેવન કર્યું તો ખેર નથી!

રાજકોટ: 25 ડિસેમ્બરે ખ્રિસ્તીઓનું નાતાલ પર્વ ધામધૂમથી ઉજવાયા બાદ હવે 31 ડિસેમ્બરે નવા વર્ષને આવકારવા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે સંમ્પન પરિવારના પ્રવાસીઓ કાયદો વ્યવસ્થા સારી હોય તેવી જગ્યાએ જવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ રંગીલા રાજકોટમાં જો કોઈએ નશો કર્યો હશે તો તે ગણતરીની મિનિટોમાં જ ઝડપાઈ જશે. આ માટે રાજકોટ પોલીસ દ્વારા ખાસ ટેકનોલોજીની પણ મદદ લેવાઈ રહી છે. 

દારૂ સાથે ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરનારા લોકોને જળપવા આ વખતે રાજકોટ પોલીસ મોબાઇલ કીટ નો ઉપયોગ કરશે. જેનું રીઝલ્ટ ગણતરીની મિનિટોમાં જ આવી જશે. થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં અલગ અલગ જગ્યાએ થર્ટી ફર્સ્ટ ની પાર્ટીઓ થતી હોય છે.થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે ડાન્સ વિથ ડિનરની પાર્ટીના આયોજન કરતા આયોજકોએ પણ તેમની તૈયારીઓ ને આખરી ઓપ આપી દીધો છે. 

બીજી તરફ રાજકોટ પોલીસ દ્વારા પણ એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને થર્ટી ફર્સ્ટના રાત્રીના સમયે પોલીસનું વિવિધ વિસ્તરોમાં પેટ્રોલિંગ અને ચેકીંગ કડક રહેશે. તેમજ જ્યાં જ્યાં ડાન્સ પાર્ટીના આયોજનો છે, ત્યાં પોલીસની સ્પેશિયલ ટિમ દ્વારા ચેકીંગ કરવામાં આવશે.

જે કોઈ પણ વ્યક્તિ નશાની હાલતમાં અથવા તો આવારા ગિરી કરતા ઝડપાશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથોસાથ આ વખતે રાજકોટ પોલીસની એક સ્પેશિયલ ટીમ ડ્ર્ગ્સ કીટ સાથે તૈનાત રહેશે. જેથી કોઈએ ડ્રગસનું સેવન કર્યું હોય તો તેના વિરુદ્ધ સ્થળ પરજ તપાસ કરી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news