આ દ્રશ્યો નજરે જોનારાના હોંશ ઉડી ગયા! અડધીરાતે મહિલાનો બેફામ કાર ડ્રાઈવિંગનો VIDEO વાયરલ

સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ પણ થયા છે. હવે પોલીસ કદાચ કારચાલક સામે કાર્યવાહી કરવા દોડશે, સવાલ એ ઉઠે કે સીસીટીવી વાયરલ વીડિયો બાદ જ કેમ? શું પોલીસની ધાક ઓસરી ગઈ છે કે સામાન્ય જન પર જ પોલીસની કડકાઈ કે છાપ છે?

આ દ્રશ્યો નજરે જોનારાના હોંશ ઉડી ગયા! અડધીરાતે મહિલાનો બેફામ કાર ડ્રાઈવિંગનો VIDEO વાયરલ

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ શહેરમાં પોલીસ લાખ પ્રયાસો કરે લાલ આંખ કરે કે કડક હોવાના દેખાવો કરે પરંતુ આવારા તત્વો, નઠારા ઈસમો, લુખ્ખાઓ કે સ્ટંટબાજોમાં પોલીસનો કોઈ ખૌફ જ ન હાયે તેમ વધુ એક આવા બનાવમાં ગઈકાલે મોડીરાત્રે સ્ટંટબાજ કારચાલકે કાલાવાડ રોડથી સરદારનગર ચોક સુધીના માર્ગ પર ઉત્પાત મચાવી અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા.

સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ પણ થયા છે. હવે પોલીસ કદાચ કારચાલક સામે કાર્યવાહી કરવા દોડશે, સવાલ એ ઉઠે કે સીસીટીવી વાયરલ વીડિયો બાદ જ કેમ? શું પોલીસની ધાક ઓસરી ગઈ છે કે સામાન્ય જન પર જ પોલીસની કડકાઈ કે છાપ છે? આવા તત્વો કોઈના જીવ લે કે અન્યના પ્રેરક બળ બને તે પહેલાં જ પોલીસે આકરાં બનવું પડશે.

શહેરના કાલાવાડ રોડ પર ગઈકાલે રાત્રે 2.30 વાગ્યા બાદ બ્લેક કલરની કાર ફલ સ્પીડે નીકળે છે કોટેચા સર્કલ પાસે પહોંચી કારને ડ્રીફટ કરાવે છે. (એ જ સ્પીડે કારને ચક્કરડી ફેરવીને ટર્ન લે છે) કાર ટર્ન લીધા બાદ ફરી સ્પીડમાં મહિલા કોલેજ અંડરબ્રિજ તરફ કાર પુરઝડપે દોડાવે છે. મહિલા કોલેજ સર્કલ પાસે કાર ડિ્રફટિંગ થાય છે, ત્યાંથી એલઆઈસી કચેરીના માર્ગેથી કાર સરદારનગર મેઈન રોડ ચોક (એસ્ટ્રેન ચોક) તરફ દોડે છે. એ સમયે કારચાલકે હદ કરી નાખી હોય અથવા તો આપડું કોણ શું કરી શકે, પોલીસને ચેલેન્જ કરી હોય તેમ કે રોક શકોતો રોકલો ચાલુ કારે દરવાજા ખોલી નાખે છે અને કાર ચલાવતો નીકળે છે. 

આ દ્રશ્યો નજરે જોનારાઓના તો હોંશ કોશ જ ઉડી ગયા હશે. જે સ્પીડે કાર નીકળતી હતી અને ચક્કરડી મરાવતો હતો તેમાં માર્ગ પર પસાર થતાં અન્ય વાહનચાલકોની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. એક બે બાઈકચાલક તો માંડ જીવ બચાવી શકયા હતા જેવી હાલત થઈ પડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી વીડિયા ફટેજ વાયરલ થયા છે. હવે કદાચ પોલીસ આ કારચાલકને શોધશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news