રાજકોટની યુવતીએ ફેમસ થવા નિયમો તોડ્યા, બ્રિજ પર કાર પાર્ક કરીને ફટાકડા ફોડ્યા

Viral News : રાજકોટની યુવતીએ ફેમસ થવા રસ્તા પર માજા મૂકી, બ્રિજ પર કારના બોનેટ પર બેસીને હાથમાં ફટાકડા ફોડવા કેટલા યોગ્ય?
 

રાજકોટની યુવતીએ ફેમસ થવા નિયમો તોડ્યા, બ્રિજ પર કાર પાર્ક કરીને ફટાકડા ફોડ્યા

Rajkot News રાજકોટ : રાજકોટમાં એક યુવતીએ ફેમસ થવા એવુ કામ કર્યું કે તેણે ટ્રાફિકના તમામ નિયમો નેવે મૂક્યા. સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા વધુ એક યુવતીનો વીડિયો વાયરલ થયો છે. નવા વર્ષની ઉજવણીની ઘેલછામાં યુવતીએ બ્રિજ ઉપર ફટાકડા ફોડ્યા હતા. રાજકોટ પોરબંદર હાઇવે પર આવેલ બ્રિજ ઉપરનો આ વીડિયો હોવાનો અનુમાન છે. લોકોના જીવ જોખમાય તે રીતે ફટાકડાના રોકેટ પણ આડેધડ ફેંક્યા હતા. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે. 

રીલ્સ બનાવવાની ઘેલછા સૌને લાગી છે. ખાસ કરીને રસ્તા પર લોકો રીલ્સ બનાવવા ઉતરી પડે છે. આ જ લ્હાયમાં એક ગુજરાતી યુવતીએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો. નવા વર્ષની ઉજવણીમાં આ યુવતીએ કાયદો તોડ્યો હતો. નિયમોનો ઐસી કી તૈસી કરીને તેણે જાહેરમાં બ્રિજ પર ફટાકડા ફોડ્યા હતા.

આ યુવતી જાહેરમાં કાર પર ફટાકડા ફોડતી દેખાઈ હતી. યુવતી પોતાનો જીવ પણ જોખમમાં મૂકાય એ રીતે ફટાકડા ફોડી રહી છે. લોકોના જીવની પરવાહ કર્યા વગર યુવતી બિન્દાસ્ત થઈને ફટાકડા ફોડી રહી છે. સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવનારા આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. 

આ યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news