રાજકોટ અગ્નિકાંડઃ વધુ બે ડોક્ટરને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવી

રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ પોલીસે કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં ડો. દિગ્વિજયસિંહ જાડેજા અને ડો. તેજસ મોતિવરસને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 

રાજકોટ અગ્નિકાંડઃ વધુ બે ડોક્ટરને મળ્યા જામીન, કોર્ટે રિમાન્ડની માંગણી ફગાવી

રક્ષિત પંડ્યા, રાજકોટઃ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં લાગેલી આગમાં પાંચ દર્દીઓના મોત થયા હતા. ત્યારબાદ પોલીસે કુલ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. જેમાં ડો. દિગ્વિજયસિંહ જાડેજા અને ડો. તેજસ મોતિવરસને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે કોર્ટ પાસે ત્રણ દિવસના રિમાન્ડની માગ કરી હતી. પરંતુ કોર્ટે રિમાન્ડ અરજૂ નામંજૂર કરી બંન્ને આરોપીઓને જામીન આપી દીધા છે. મહત્વનું છે કે આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને ગઈકાલે જામીન પર મુક્ત કરી દીધા હતા. 

ત્રણ ડોક્ટરને ગઈકાલે મળ્યા હતા જામીન
રાજકોટ અગ્નિકાંડમાં ગંભીર બેદરકારી દાખવનાર પાંચ સંચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે પોલીસે ડો.પ્રકાશ મોઢા, ડો.વિશાલ મોઢા ડો. તેજસ કરમટાની સોમવારે સાંજે ધરપકડ કરી હતી. આજે ત્રણેય ડોક્ટરને રાજકોટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ત્રણેય ડોક્ટરને જજ એલ.ડી. વાઘની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. પરંતુ કોર્ટે પોલીસની માગણી ફગાવતા ત્રણેય ડોક્ટરને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. 

તબીબોનો પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ 
તો બીજી તરફ, ઉદય શિવાનંદ હોસ્પિટલ અગ્નિકાંડમાં માલવિયા પોલીસ સ્ટેશનનો વીડિયો વાયરલ થયો છે. જે હાલ ચર્ચામાં છે. હોસ્પિટલના તબીબ આરોપીઓ આરામથી સોફા પર બેઠા હોય તેવુ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આરોપીઓ પાસે ટેબલ પર મિનરલ વોટરની બોટલો તેમજ ફ્રુટ્સ પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. વીડિયોમાં અગ્નિકાંડના સંચાલકો ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા અને ડો. તેજસ કરમટા દેખાઈ રહ્યા છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news