અણધારી આફતે ખેડૂતોના આખાય વર્ષનું બજેટ તહસનહસ કર્યું, સફેદ સોનાની ખેતીને મોટું નુકસાન

કમોસમી વરસાદ બાદ અનિયમિત વરસાદ અને વાતાવરણમાં અવારનવાર ફેરફાર તથા છેલ્લે પાછતરો વરસાદને કારણે ઉપલેટા પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં કપાસના પાકનું વાવેતર કરવામા આવેલું હતું.

અણધારી આફતે ખેડૂતોના આખાય વર્ષનું બજેટ તહસનહસ કર્યું, સફેદ સોનાની ખેતીને મોટું નુકસાન

દિનેશ ચંદ્રવાડીયા/રાજકોટ: જિલ્લાના ઉપલેટા પંથકના ખેડૂતોએ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કરેલ પણ કુદરતી આફતને કારણે ખેડૂતોના મોંમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો. કપાસના પાકમાં નુકસાની સહન કરવાનો વારો આવ્યો.

કમોસમી વરસાદ બાદ અનિયમિત વરસાદ અને વાતાવરણમાં અવારનવાર ફેરફાર તથા છેલ્લે પાછતરો વરસાદને કારણે ઉપલેટા પંથકના ખેડૂતોએ પોતાના ખેતરોમાં મોટા પ્રમાણમાં કપાસના પાકનું વાવેતર કરવામા આવેલું હતું. મોંઘા ભાવના બિયારણો, જંતુનાશક દવાઓનો છંટકાવ કરેલ અને એક વિઘે દસ હજાર રૂપિયાથી પંદર હજારનો ખર્ચ કર્યો.

સારા પાકની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં કપાસનું વાવેતર કર્યો હતો, પણ કુદરત રૂઠે તેમ ખેડૂતોના મોંમાં આવેલ કોળીયો છીનવાઈ ગયો હોય તેમ કમોસમી વરસાદ અને અનિયમિત વરસાદ તથા વાતાવરણમાં અવારનવાર ફેરફારો થવાના કારણે કપાસનું વાવેતર કરેલ તેમાં કપાસના પાંદડા લાલ થઇ જવા અને સુકારો આવવો તથા અનેક પ્રકારના રોગો આવી જવાથી કપાસના પાક સંપૂર્ણ નાશ પામ્યો છે. 

જે કપાસની છ વીણી થતી હોય છે. એ જ કપાસના પાકની એક જ વીણી થશે. એ પણ 90% જેવા પાકમાં નુકસાન થયું હોવાથી 10 ટકા જ પ્રથમ અને છેલ્લી વીણી થશે. એટલો જ કપાસના પાકમાં ઉતારો આવશે, તેવુ ખેડૂતોએ જણાવ્યું છે. ઉપલેટા પંથકના અસંખ્ય ખેડૂતોના પેટ પર "પડતા ઉપર પાટુ" મારવા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગયેલ હોય તેમ કપાસના વાવેતરમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ દયનીય હાલતમાં થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યું છે.

ખેડૂતો ચિંતિત થઈ ગયેલ હોય તેમ ખેડૂતોએ સરકાર પાસે આશ લગાવીને બેઠા હોય તેમ સરકાર તાત્કાલિક સાચી રીતે સર્વે કરી સહાય આપે તો શિયાળુ પાકનું વાવેતર કરી શકીએ અને સરકાર કપાસના ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરે અને કપાસનો ભાવ છે 2500 રૂપિયા મણ દીઠ આપવામાં આવે તોજ ખેડૂતો બેઠા થઈ શકે તેમ છે તેવુ ખેડૂતોનું કહેવું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news