રાજકોટમાં શરૂ થયો નવો ટ્રેન્ડ; હાર્ટ એટેકના ખતરા વચ્ચે 'ઝૂંબા વિથ દાંડિયા'નો આવ્યો કોન્સેપ્ટ, જાણો શું છે?
ગુજરાતી લોકોની હંમેશા એક ખાસિયત રહી છે કે કોઈપણ તહેવાર હોય જ્યાં સુધી તેમાં ગરબે ઘૂમવામાં ન આવે ત્યાં સુધી તે તહેવાર અધુરો કહેવાય છે. ત્યારે નવરાત્રિ નજીક આવી રહી છે અને ગરબે ઘુમવા માટે ખેલૈયામાં એક અનેરો જ થનગનાટ છે..
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે બીજી તરફ નવલી નવરાત્રિ આવી રહી છે અને ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે દિન પ્રતિદિન વધી રહેલા હાર્ટ એટેકના બનાવને પહોંચી વળવા માટે રંગીલા રાજકોટના લોકોએ દાંડિયા વિથ ઝુમ્બાના એક નવો જ ટ્રેન્ડ તરફ વળ્યાં છે. ત્યારે આવો જોઈએ શું છે?
કોઈપણ તહેવાર ગરબા વિના ગુજરાતીઓ માટે અધૂરો...
ગુજરાતી લોકોની હંમેશા એક ખાસિયત રહી છે કે કોઈપણ તહેવાર હોય જ્યાં સુધી તેમાં ગરબે ઘૂમવામાં ન આવે ત્યાં સુધી તે તહેવાર અધુરો કહેવાય છે. ત્યારે નવરાત્રિ નજીક આવી રહી છે અને ગરબે ઘુમવા માટે ખેલૈયામાં એક અનેરો જ થનગનાટ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે "ઝૂંબા વિથ દાંડિયા" છે ને આ મજાનો કોન્સેપ્ટ?
રાજકોટમાં ઝૂંબા ગરબાના અનોખા કલાસીસ ચાલી રહ્યા છે, જેમાં શહેરીજનો ઝૂંબા સાથે ગરબા રમી કસરત કરતા જોવા મળે છે. ત્યારે સ્વાસ્થ્ય સાથે એન્જોયમેન્ટને ધ્યાને લઇ રાજકોટના વિવિધ જિમોમાં ઝૂંબા કલાસ ચલાવવામાં આવી રહ્યા છે. અહીં ઝૂંબા વિથ દાંડીયા શીખવાડવામાં આવી રહ્યા છે જેનાથી માઈન્ડ ફ્રેશનેશ સાથે તંદુરસ્તી પણ સારી રહે છે. ઝૂંબા સાથે દાંડિયાનો તાલ મિલાવવા માટે યંગસ્ટર્સ થી માંડી મોટેરાઓ દરરોજ સવારે 5.30 થી 9 વાગ્યા સુધી લોકો દાંડીયા વિથ ઝૂંબા કરીને અલગ જ તાજગીનો અનુભવ કરી રહ્યા છે.
શું છે આ ઝુમ્બા દાંડિયા કોન્સેપ્ટ??
કોરોના બાદ હાર્ટએટેકની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે બીજી તરફ આ વર્ષે નવરાત્રીના દરેક આયોજનોમાં હેલ્થ ટિમ રહે તેવી અપીલ રાજકીય નેતાથી લઈ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જેથી રાજકોટની અલગ અલગ જિમમાં ઝૂંબા ગરબાનો આ ક્રેઝ ખુબ જ વધ્યો છે. ઝૂંબાની વાત કરવામાં આવે તો આ એક પ્રકારની ડાન્સ કસરત છે. જેમાં લોકો ડાન્સ કરતા કરતા વર્કઆઉટ કરતા હોય છે. ઝૂંબાથી સ્ટેમીના પણ વધે છે તેમજ શરીરનો વજન પણ ઘટે છે. ટ્રેનરોનું માનીએ તો આ ઝૂંબા ગરબાથી ગરબા પ્રેમીઓ 30થી વધુ મિનિટ સુધી વિના થાકે ગરબાના તાલે ઝૂમી શકે છે.
રાજકોટનો ઝૂંબા વિથ દાંડિયાનો નવો ટ્રેન્ડ સમગ્ર ગુજરાતમાં પ્રચલિત બનશે તેવી આશા સંચાલકો સેવી રહ્યા છે. ઉપરાંત હાર્ટ એટેકના બનાવને લઈને ખેલૈયામાં જે ડર રહેલો છે તે પણ ક્યાંક આ પહેલથી ઓછો થાય તેવી પૂરેપૂરી શક્યતા રહેલી છે...
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે