રાજકોટમાં પોલીસનો સપાટો 3 દિવસમાં જ 1.20 કરોડનાં ઇ મેમો ફટકાર્યા

રાજકોટમાં ટ્રાફીક પોલીસે નિયમોનું પાલન નહી કરનારા ચાલકો પર પોલીસે સપાટો બોલાવી દીધો હતો. પોલીસે કડક કાર્યવાહી કરતા વિવિધ ગુના હેઠળ માત્ર 3 દિવસમાં 1.20 કરોડ રૂપિયાનાં મેમો ફટકાર્યા હતા. રાજકોટમાં ગત 18 દિવસથી સોફ્ટવેર ખરાબ થવાના કરણે ઇ મેમોની કામગીરી બંધ હતી. રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં 7 કરોડ રૂપિયાના મેમો ફટકારવામાં આવ્યા છે. જે પૈકી 3 દિવસમાં જ માત્ર 1.20 કરોડ રૂપિયાનાં મેમો ફટકારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાભ પાંચમના દિવસથી નવા ટ્રાફિકના નિયમોનો ગુજરાતમાં અમલ ચાલુ કરવામાં આવ્યો છે.
રાજકોટમાં પોલીસનો સપાટો 3 દિવસમાં જ 1.20 કરોડનાં ઇ મેમો ફટકાર્યા

રાજકોટ : રાજકોટમાં ટ્રાફીક પોલીસે નિયમોનું પાલન નહી કરનારા ચાલકો પર પોલીસે સપાટો બોલાવી દીધો હતો. પોલીસે કડક કાર્યવાહી કરતા વિવિધ ગુના હેઠળ માત્ર 3 દિવસમાં 1.20 કરોડ રૂપિયાનાં મેમો ફટકાર્યા હતા. રાજકોટમાં ગત 18 દિવસથી સોફ્ટવેર ખરાબ થવાના કરણે ઇ મેમોની કામગીરી બંધ હતી. રાજકોટમાં છેલ્લા 1 વર્ષમાં 7 કરોડ રૂપિયાના મેમો ફટકારવામાં આવ્યા છે. જે પૈકી 3 દિવસમાં જ માત્ર 1.20 કરોડ રૂપિયાનાં મેમો ફટકારવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લાભ પાંચમના દિવસથી નવા ટ્રાફિકના નિયમોનો ગુજરાતમાં અમલ ચાલુ કરવામાં આવ્યો છે.

દિવાળી વેકેશન બાદ વિવિંગ ઉદ્યોગની હોળી, કારીગરો ભાવ વધારાની માંગ સાથે તોફાને ચડ્યાં
રાજકોટમાં છેલ્લા 3 વર્ષથી ઇ મેમો ઇશ્યુ કરવામાં આવે છે. રાજકોટમાં અત્યાર સુધીમાં ઇલેક્ટ્રોનિક માધ્યમથી જ 15 કરોડ રૂપિયાથી વધારેના ઇ મેમો ફટકારવામાં આવી ચુક્યા છે. જો કે હવે રાજકોટ પોલીસ આક્રમક મોડમાં છે. વિવિધ કોલેજિય અને વ્યસ્ત વિસ્તારોમાં પીક અવર દરમિયાન ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે. ટ્રાફીકનાં નિયમોનું પાલન નહી કરનારાઓને દંડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, નવા કાયદા અનુસાર હવે ઉંચો દંડ વસુલવામાં આવે છે, જેના કારણે અવાર નવાર નાગરિકો અને પોલીસ વચ્ચે ચકમક પણ ઝરતી રહે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news