કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા કોંગ્રેસ તૂટશે, આ દિગ્ગજ નેતા AAPમાં જોડાય તેવી શક્યતા
gujarat election 2022 : અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસ પહેલા રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ પડવાની શરૂઆત થઈ ગઈ છે. કોંગ્રેસના મોટા ગજાના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ આપમાં જોડાય તેવી શક્યતા છે
Trending Photos
ગૌરવ દવે/દવે :2017ની વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે ચૂંટણી લડેલા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસનો સાથ છોડવા જઈ રહ્યાં છે. તેઓ આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે જઈને રાજીનામુ આપશે. સાથે જ તેઓ AAP માં જોડાય તેવી ચર્ચાઈઓ વેગ પકડ્યુ છે. ઇન્દ્રનીલ રાજગુરૂ 3 એપ્રિલના રોજ ગુજરાતમાં આવનાર અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિમાં AAP માં જોડાઈ શકે છે.
રાજકોટ-પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ AAPમાં જોડાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કોંગ્રેસના પ્રદેશ માળખામાં પણ ઇન્દ્રનીલ રાજ્યગુરૂને સ્થાન આપવામાં આવ્યુ છે. જો કે છેલ્લા ઘણાં સમયથી રાજ્યગુરૂ નિષ્ક્રિય હતા. હવે તેઓ AAP ના નેતાઓ સાથે સંપર્ક કર્યાની ચર્ચા ઉઠી છે. 3 એપ્રિલ સુધીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે બેઠક કરે તેવી શક્યતા પણ છે. આપમાં જોડાવા મામલે ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગુરુવારે કહ્યુ હતું કે, જે કોઈને જે પક્ષમાં જવું આવવું હોય એ આવી જઇ શકે છે. હાલ આ મામલે આનાથી વધુ કઈ નહિ કહી શકું.
આ પણ વાંચો : ગુજરાતમાં છેવાડાના માનવીની સમસ્યા સાંભળનાર કોઈ નથી, જુનાગઢનું પછાત ગામ વિકાસની રાહ જોઈને બેઠું છે
વસરામ સાગઠિયા પણ જોડાય તેવી શક્યતા
તો બીજી તરફ, ઇન્દ્રનીલ રાજગુરૂની સાથે કોર્પોરેટર વસરામ સાગઠિયા પણ AAP માં જોડાઈ શકે છે. જો વસરામ સાગઠિયા કોંગ્રેસમાંથી રાજીનામુ આપી AAP માં જોડાય તો રાજકોટ મનપામાં AAP ની એન્ટ્રી થશે.
આ પણ વાંચો : ગામની દીકરી આર્મી ટ્રેનિંગથી પરત ફરતા લોકોએ વાજતેગાજતે સ્વાગત કર્યું, દીકરીના વધામણાં કર્યાં
સૌરાષ્ટ્રમાં કોંગ્રેસ ભંગાણના આરે ઉભી રહી છે. એક તરફ નરેશ પટેલના કોંગ્રેસમાં આગમનની ઘડીઓ ગણાઈ રહી છે. તો બીજી તરફ, અનેક નેતાઓ કોંગ્રેસમાંથી વિદાય લઈ રહ્યાં છે. હાલમાં જ રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ થવાની શરૂઆત થઈ ગઈ છે. રાજકોટ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મુકેશ રાજપરાએ પણ રાજીનામુ આપ્યુ છે. સંગઠનમાં કામ કરવા છતા નોંધ ન લેવાતી હોવાને કારણે નારાજ રાજપરાએ પક્ષને રાજીનામુ આપ્યુ છે. ત્યારે આપમાં બીજા કયા કયા કોંગ્રેસના નેતાઓ જોડાય છે તેના પર સૌની નજર છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આગામી 2 એપ્રિલે અમદાવાદના એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે અનેક નેતાઓ આપમાં સામેલ થાય તેવી શક્યતા છે.
આ પણ વાંચો : અમુલ બાદ હવે બરોડા ડેરીએ મોંઘવારીનો હથોડો ઝીંક્યો; જાણો દૂધ-છાશના ભાવમાં કેટલો વધારો કર્યો?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે