રાજકોટમાં ઉમેદવારોના સેન્સ પહેલા જ ડખા, ભાજપના નેતાઓએ કર્યો હોબાળો

Gujarat Elections : રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં ગાયબ થયું હતું. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી 

રાજકોટમાં ઉમેદવારોના સેન્સ પહેલા જ ડખા, ભાજપના નેતાઓએ કર્યો હોબાળો

રાજકોટ :હાલ ભાજપની તમામ બેઠકો પર ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે રાજકોટમાં સેન્સ પ્રક્રિયા પહેલા ડખો જોવા મળ્યો હતો. રાજકોટ પશ્ચિમ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દાવેદારોના લિસ્ટમાં ગાયબ થયું હતું. ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી હતી. તો બીજી તરફ, રાજકોટ ગ્રામ્યના ભાજપના અગ્રણીએ હોબાળો કર્યો હતો. કોટડા સાંગાણીના વિનુભાઈ ઠુમ્મરે અંદર જવા દેવાના મામલે બોલાચાલી કરી હતી. તેમણે કહ્યું મને ઉપર જવા દેતા નથી. હું સિનિયર અગ્રણી છું. સેન્સ પ્રક્રિયા દરમિયાન આવા પણ દ્રશ્યો જોવા મળ્યા.

વિવાદ બાદ રૂપાણીનું નામ પહેલુ મૂકાશે
રાજકોટ પશ્ચિમ બેઠક પર સેન્સ પ્રક્રિયામાં વિવાદ બાદ આખરે વિજય રૂપાણીના સમર્થકો પહેલું નામ વિજય રૂપાણીનું મૂકાશે. વિજય રૂપાણી બાદ બીજું નામ નીતિનભાઈ ભારદ્વાજનું મૂકવામાં આવશે. જોકે, વિજય રૂપાણી વ્યક્તિગત દાવેદારી ન નોંધાવે તેવી શકયતા વધુ છે. વિજય રૂપાણીના સમર્થકો તેમનું નામ રજૂ કરશે. પૂર્વ સીએમ પહેલા જ કહી ચૂક્યા છે કે પાર્ટી આદેશ આપશે તો તેઓ ચૂંટણી લડશે. 

રાજકોટમાં લોબીંગ જોવા મળ્યું 
રાજકોટ-સેન્સ પ્રક્રિયામાં નિરીક્ષકો આકરા પાણીએ આવ્યા હતા. કેટલાક કોર્પોરેટરોએ વિધાનસભા બહારના ઉમેદવારોની સેન્સ આપતા નિરીક્ષકો અકળાયા હતા. કોર્પોરેટરોને ટકોર કરી કે સ્થાનિક અને ઓળખતા હોય તેવા ઉમેદવારોની સેન્સ આપો. સેન્સ પ્રક્રિયામાં અલગ અલગ દાવેદારો પોતાની દાવેદારી માટે લોબીંગ કરતા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપની સેન્સ પ્રક્રિયાનો આજે બીજો દિવસ છે. 182 બેઠકો માટે નિરીક્ષકો દાવેદારોની સેન્સ લઈ રહ્યા છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યની બેઠકો માટે સેન્સ લેવાઈ રહ્યા છે. તો વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગરમાં પણ સેન્સ પ્રક્રિયા ચાલુ છે. બેઠક વાઈઝ નિરીક્ષકો દાવેદારોને સાંભળી રહ્યા છે. જિલ્લા સંગઠન સાથે બેસીને દાવેદારોની યાદી તૈયાર કરવામાં આવશે. દાવેદારોની યાદી તૈયાર કરી પાર્લામેન્ટ્રી બોર્ડમાં રજૂ કરાશે. જેના બાદ નવેમ્બરના પહેલાં સપ્તાહમાં પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે અને નિર્ણય લેશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news