સુરતમાં વધુ એક પરિવાર પર તૂટી પડ્યો દુ:ખનો ડુંગર! વેપારીને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા જીવનદીપ બુઝાયો

સુરત શહેરમાં ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા વધુ એકનું મોત થયું છે. ત્રણ દિવસ અગાઉ રાજસ્થાનથી સુરત આવેલા કાપડના વેપારીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે.

સુરતમાં વધુ એક પરિવાર પર તૂટી પડ્યો દુ:ખનો ડુંગર! વેપારીને ચાલુ બાઈકે હાર્ટ એટેક આવતા જીવનદીપ બુઝાયો

પ્રશાંત ઢીવરે/સુરત: શહેરના ખટોદરા વિસ્તારમાં બાઇક પાછળ બેસેલા યુવકને અચાનક ચાલુ બાઈકે અટેક આવતા મોત નીપજ્યું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડતા બાઇક પરથી નીચે પટકાયો હતો. હોસ્પિટલ લઈ જવતા તબીબોએ મૃત જાહેર કર્યો હતો. 

સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ભત્રીજા સાથે બાઈક પર જઈ રહેલા રાજસ્થાનના યુવકને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને બાદમાં બાઈક પરથી નીચે પડી જતા કપાળ તથા નાકના ભાગે ઈજા થઇ હતી બીજી તરફ તેનો ભત્રીજો તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી રહી છે તો બીજી તરફ પીએમ રીપોર્ટ બાદ જ યુવકના મોતનું સાચું કારણ સામે આવશે. 

રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેક આવવાથી મોત થતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ભૂતકાળમાં ક્રિકેટ રમતી વેળાએ, યોગા કરતી વેળાએ યુવાનોને હાર્ટ એટેક આવ્યા બાદ મોત થયા હોવાના પણ સમાચાર સામે આવી ચુક્યા છે ત્યારે સુરતમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

રાજસ્થાનના વતની 42 વર્ષીય કાનસિહ પુરનસિહ બાલાપોતા પોતાના ભત્રીજા લીયુસિંઘ ઉર્ફે લક્ષ્મણ સાથે મોપેડ પર બેસી જતા હતા દરમ્યાન ખટોદરા વાડી પાસે અચાનક કાનસિહને છાતીમાં દુઃખાવો ઉપાડ્યો હતો અને બાદમાં તેઓ મોપેડ પરથી નીચે પટકાયા હતા. મોપેડ પરથી પટકતા યુવકને કપાળ તથા નાકના ભાગે ઈજાઓ થઇ હતી. અને તેઓને ભત્રીજો તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. 

મૃતક કાનસિહ પુરનસિહ બાલાપોતા ૩ દિવસ પહેલા જ રાજસ્થાનની સુરત આવ્યા હતા તેઓ સુરતથી કાપડ લઇને રાજસ્થાનમાં વેપાર કરતા હતા દરમ્યાન તેઓનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવમાં પીએમ રીપોર્ટ બાદ જ તેઓના મોતનું સાચું કારણ સામે આવશે. બીજી તરફ ખટોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news