સાવરકુંડલાના જીંજુડા ગામ નજીક કેમેરામાં કેદ થયો જંગલનો રાજા સિંહ

રાજ્યમાં ગત બે દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અમરેલી પંથકના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દ્વારા દેખાડો દીધો હતો. વરસાદ પડવાને કારણે જંગલોમાં વસવાટ કરી રહેલા જંગલી જીવોને પણ ગરમીથી રાહત મળી હતી. અને સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં જંગલનો રાજા પણ વરસાદ બાદ પ્રસરેલી ઠંડકની મઝા માણી હતી. 

સાવરકુંડલાના જીંજુડા ગામ નજીક કેમેરામાં કેદ થયો જંગલનો રાજા સિંહ

કેતન બગડા/અમરેલી: રાજ્યમાં ગત બે દિવસથી વાતાવરણમાં આવેલા બદલાવને કારણે અમરેલી પંથકના સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ દ્વારા દેખાડો દીધો હતો. વરસાદ પડવાને કારણે જંગલોમાં વસવાટ કરી રહેલા જંગલી જીવોને પણ ગરમીથી રાહત મળી હતી. અને સૌરાષ્ટ્રના અમરેલી પંથકમાં જંગલનો રાજા પણ વરસાદ બાદ પ્રસરેલી ઠંડકની મઝા માણી હતી. 

સાવરકુંડલાના જીંજુડા ગામ નજીક સિંહ વૃક્ષના છાયડામાં આશરો લેતો નજરો ચડ્યો હતો. વરસાદ શરૂ થતા જ ગરમીથી ઠંડક મેળવવા માટે સિંહ વડલાના ઝાડ નીચે આવીને આરામ ફરમાવી રહ્યો હતો. જ્યારે એક સિંહ ગામ નજીક આવેલા એક ડેમ પાસે પાણીની શોધ કરતો કરતો આવી પહોંચ્યો હતો.

 
ગુજરાતમાં સૌરાષ્ટ્રની શોભા સમાન ગાણાતા એશિયાઇ સિંહ અનેક વાર કેમેરામાં કેદ થતા હોય છે. લોકોમાં સિંહને જોવા માટે ભારે કુતુહલ જોવા મળે છે. રાજ્યમાં વધી રહેલી ગરમીની અસર સામાન્ય લોકોની સાથે જંગલમાં વસતા જીવોને પણ અસર થઇ રહી છે. વાતાવરણમાં આવેલા બદલાવને કારણે લોકોની સાથે જંગલી પ્રાણીઓ પણ ગરમીથી રાહત મેળવતા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news