ગુજરાતના 76 તાલુકામાં વરસાદ, સુરતમાં વરસાદનું જોર વધ્યું; જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો

રાજ્યમાં સવારથી રાતના આઠ વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે કલાકમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને ખાસ કરી સુરતમાં વરસાદનું (Surat Rain) જોર વધ્યું છે

ગુજરાતના 76 તાલુકામાં વરસાદ, સુરતમાં વરસાદનું જોર વધ્યું; જાણો સૌથી વધુ ક્યા ખાબક્યો

હિતલ પારેખ/ ગાંધીનગર: રાજ્યમાં સવારથી રાતના આઠ વાગ્યા સુધીમાં 76 તાલુકામાં વરસાદ (Rain) નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા બે કલાકમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) અને ખાસ કરી સુરતમાં વરસાદનું (Surat Rain) જોર વધ્યું છે. સૌથી વધુ વરસાદ સુરતના કામરેજ (Kamrej) અને બારડોલીમાં (Bardoli) સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. સુરતના (Surat) બારડોલીમાં છેલ્લા બે કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ (Rain) વરસ્યો છે.

આ ઉપરાંત સુરતના (Surat) મહુવામાં અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરતના (Mahuva) મહુવામાં છેલ્લા બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ડાંગ-આહવામાં (Dang-Ahwa) પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના 9 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ (Rain) નોંધાયો છે. ત્યારે રાજ્યના 21 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય હવામાન વિભાગે (Indian Meteorological Department) ગુજરાત રાજ્યમાં આગામી બે દિવસમાં વરસાદની (Rain) સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના (South Gujarat) મોટાભાગના જિલ્લાઓમાં તેમ જ દમણ (Daman) અને દાદરા નગર હવેલીમાં (Dadra Nagar Haveli) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં (Uttar Gujarat) પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

19 ઓગસ્ટે (ગુરુવાર) સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક જિલ્લાઓમાં તેમ જ દિવમાં પણ વરસાદ (Rain) થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ (Kutch) અને ઉત્તર ગુજરાતના (Uttar Gujarat) બાકીના જિલ્લાઓમાં હવામાન સુકુ રહેશે. 20 ઓગસ્ટે પણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ (Daman), દાદરા-નગર હવેલીમાં (Dadra Nagar Haveli) હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવઈ છે. તેમજ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ દિવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છુટોછવાયો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગની યાદીમાં 19 ઓગસ્ટે (ગુરુવાર) દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, નવસારી, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. યાદીમાં જણાવ્યા અનુસાર 20 ઓગસ્ટે પણ દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ અને તાપીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news