નિસર્ગની અસરઃ કચ્છ અને તાપી જિલ્લામાં પવન સાથે વરસાદની એન્ટ્રી

નિસર્ગ વાવાઝોડાને લીધે કચ્છના વાતાવરણમાં બપોર બાદ પરિવર્તન આવ્યું હતું. વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન જોવા મળ્યો હતો.

નિસર્ગની અસરઃ કચ્છ અને તાપી જિલ્લામાં પવન સાથે વરસાદની એન્ટ્રી

કચ્છ/તાપીઃ રાજ્યમાં અનેક જગ્યાએ નિસર્ગ વાવાઝોડાની અસર શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં તો વાવાઝોડાની એન્ટ્રી થઈ ગઈ છે. તો આ વાવાઝોડાને લીધે ગુજરાતમાં ઘણી જગ્યાએ વરસાદ શરૂ થઈ ગયો છે. કચ્છ જિલ્લાના અનેક ગામોમાં વરસાદ શરૂ થયો છે. તો તાપીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે. તો રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે. 

કચ્છમાં પવન સાથે વરસાદની એન્ટ્રી
નિસર્ગ વાવાઝોડાને લીધે કચ્છના વાતાવરણમાં બપોર બાદ પરિવર્તન આવ્યું હતું. વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ ભારે પવન જોવા મળ્યો હતો. ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો. ભુજના કોટડા-ચકોર, લાખોંદ, પધ્ધર, સણોસરા સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કચ્છના સામત્રા નેશનલ હાઈવે પર તો મિનિ વાવાઝોડુ ફુંકાયુ છે. અહીં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 

તાપી જિલ્લામાં પણ વરસાદની એન્ટ્રી
ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વાવાઝોડાને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો તાપી જિલ્લામાં પણ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે. તાપી જિલ્લા વ્યારા સહિત અન્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડી રહ્યો છે. 

દક્ષિણ ગુજરાતમાં નિસર્ગની અસર શરૂ, ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું 

ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવાયું
ભાવનગરમાં ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લાગવાયું છે. બપોરે વાવાઝોડું મહારાષ્ટ્રમાં ત્રાટકી ગયું છે. ત્યારે વાવાઝોડાની તીવ્રતાને પગલે 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. દરિયો હજુ પણ શાંત દેખાઈ રહ્યો છે. અગમચેતીના ભાગ રૂપે સિગ્નલમાં ફેરફાર કરાયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news