વાવાઝોડાને કારણે 16 થી 19 મે સુધી જાણો કયા કયા જિલ્લામાં પડશે વરસાદ
Trending Photos
- આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડમાં વરસાદ પડશે
- અમરેલીની 13, ગીર સોમનાથની 24 અને પોરબંદરની 5 બોટ હજી પણ દરિયામાંથી પરત ફરી નથી
ઝી મીડિયા/બ્યૂરો :આગામી 18 મેના તે ગુજરાતના દરિયા કિનારે ત્રાટકી શકે છે. જેના પગલે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં અતિભારે જ્યારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ના કારણે રાજ્યના કયા જિલ્લામાં ક્યારે વરસાદી માહોલ જોવા મળશે તેની વાત કરીએ તો હવામાન વિભાગે આજથી જ વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. ગુજરાતના 9 જિલ્લામાં આજે વરસાદી ચેતવણી (gujarat rains) આપવામાં આવી છે. જેમાં આજે ગીર સોમનાથ, અમરેલી, દીવ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, દમણ અને વલસાડમાં વરસાદ પડશે.
આ પણ વાંચો : વાવાઝોડું વેરાવળથી 670 કિમી દૂર, પણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ
ગુજરાતના કયા જિલ્લામાં ક્યારે વરસાદની આગાહી?
- 16 મે, રવિવાર
સુરત, ભરૃચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ
- 17 મે, સોમવાર
ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદ. જ્યારે અમદાવાદ, આણંદ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૃચ, કચ્છ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, કચ્છ
- 18 મે, મંગળવાર
પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં અતિભારે વરસાદ. જ્યારે ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે. અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, ખેડા, આણંદ, ભરૃચ, સુરત, વડોદરામાં મધ્યમ વરસાદ પડશે.
- 19 મે, બુધવાર
પોરબંદર, જુનાગઢ, દ્વારકા, રાજકોટ, જામનગર,મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. જ્યારે કે, અમદાવાદ, આણંદ, ભરૂચ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ પડશે.
3 જિલ્લાની 42 બોટ હજી દરિયામાંથી પરત ફરી નથી
વાવાઝોડાની આગાહીને પગલે દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત ફરવાની વહિવટી તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે આજે રવિવારે સવારના અપડેટ મુજબ, તૌકતે વાવાઝોડાને લઈ માછીમારોની બોટ પરત આવી રહી છે. સવારે 8 વાગ્યાના અપડેટ અનુસાર, અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર સહિત વિવિધ જિલ્લાની 102 બોટ પરત આવી ગઈ છે. હજી પણ દરિયામાં 42 બોટ છે. જેમાં અમરેલીની 13, ગીર સોમનાથની 24 અને પોરબંદરની 5 બોટ હજી પણ દરિયામાંથી પરત ફરી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે