રાજ્યના 97 તાલુકામાં મેઘ મહેર, આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 97 તાલુકો ઓમાં પડ્યો મેઘરાજાએ મહેર કરી હતી. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના વઢવાણમાં બે ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ અને પાટણ જિલ્લામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 12 તાલુકાઓમાં 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. 

રાજ્યના 97 તાલુકામાં મેઘ મહેર, આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી

હિતલ પારેખ/ગાંધીનગર: રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 97 તાલુકો ઓમાં પડ્યો મેઘરાજાએ મહેર કરી હતી. સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગરના વઢવાણમાં બે ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. ગીર સોમનાથ અને પાટણ જિલ્લામાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 12 તાલુકાઓમાં 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો. 

રાજકોટના દોઢ ઇંચ વરસાદથી લોકોમાં આનંદો
રાજકોટના આટકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાજકોટમાં એક થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. રાજકોટની આજુબાજુના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી મોહલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. મેઘરાજાની પધરામણી થતા લોકોને ગરમીથી રાહત મળી હતી.

અમદાવાદ: 20 વર્ષોથી મફતમાં દર્દીઓની સારવાર આપે છે આ મહિલા ડોક્ટર

ઉત્તરમાં પણ વરસાદી માહોલ 
મેઘરાજાની ઉત્તર ગુજરાતમાં એન્ટ્રી ન થવાથી લોકો ગરમીમાં શેકાયા હતા. જ્યારે પાટણ પંથકમાં અચાનક કાળા ડિબાંગ વાદળો આવી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પાટણમાં સસવારથી સાંજ સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. સમય સર વરસાદ પડતા ખેડૂતોએ હાશકારાનો અનુભવ્યો હતો. લોકોને પણ ગરમીથી રાહત મળી હતી.

આગામી 5 દિવસ વરસાદની આગાહી
અમદાવાદ શહેરમાં પણ સાંજના સમયે ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના દાણીલીમડા, બોપલ, ચાંદખેડા, રાણીપ, મણિનગર, પ્રહલાદનગર, નવરંગપુરા, સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 27 ટકા જેટલો વરસાદ નોંધાયો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news