પાટણમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વરસાદે નાખ્યું વિઘ્ન! મહિલાઓએ માથે ખુરશી લઈ રક્ષણ મેળવ્યું

પાટણમાં પાટીદાર સમાજના કાર્યક્રમનો મુખ્ય હેતું સમાજમાં રહેલ પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણને લઇ સમાજમાં દેખાદેખીમાં ખર્ચોઓ વધી રહ્યા છે. ત્યારે આ ખર્ચાઓ રોકવા માટે આજે આ મહિલા સંમેલનમાં 13 નિયમો ઘઢવામાં આવ્યા હતા

પાટણમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વરસાદે નાખ્યું વિઘ્ન! મહિલાઓએ માથે ખુરશી લઈ રક્ષણ મેળવ્યું

ઝી બ્યુરો/પાટણ: પાટણ ખાતે આજે 42 લેઉવા પાટીદાર સમાજના 53 ગામોનું મહિલા સંમેલન મળવા પામ્યું હતું. પરંતુ પાટણમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં વરસાદે વિઘ્ન નાખ્યું હતું. સમાજના ખોટા ખર્ચા સામે પ્રતિજ્ઞા માટે સમાજના લોકો ભેગા થયા હતા. પરંતુ ભારે વરસાદે આખા કાર્યક્રમને વેરવિખેર કરી નાંખ્યો હતો.

પાટણમાં પાટીદાર સમાજના કાર્યક્રમનો મુખ્ય હેતું સમાજમાં રહેલ પશ્ચિમ સંસ્કૃતિના અનુકરણને લઇ સમાજમાં દેખાદેખીમાં ખર્ચોઓ વધી રહ્યા છે. ત્યારે આ ખર્ચાઓ રોકવા માટે આજે આ મહિલા સંમેલનમાં 13 નિયમો ઘઢવામાં આવ્યા હતા અને સમજે આ બંધારણ રૂપી નિયમોને સામુહિક સ્વીકાર કર્યો હતો. જેમાં જન્મથી લઇ મરણ સુધીના સારા અને નવા પ્રસગોમાં થતા ખોટા ખર્ચાઓ પર રોક લગાવી સમાજના સૌ લોકોએ સ્વીકાર કર્યો હતો.

મહત્વનું છે કે પાટીદાર સમાજમાં આજ દિન સુધી પુરુષો નિયમો ઘઢતા હતા. પરંતુ પ્રથમ વખત પાટીદાર સમાજની મહિલાઓ આગળ આવી સમાજ સુધારાના નિયમો ઘઢ્યા છે. આ સંમેલનમાં અનાર પટેલ, પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ સામાજિક પુરુષ તેમજ મહિલા આગેવાનો હાજર રહ્યા હતા.

પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. રવિવારના રોજ સાંજના સુમારે ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેથી શહેરના માર્ગો પર વરસાદી પાણી ફળી વળ્યાં હતા. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓની સાથે વાવાઝોડું આવ્યું હતું. ત્યારબાદ ભારે ગાજવીજ સાથે વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ ગયા હતા. સમી સાંજે વરસાદ શરૂ થયો હતો. 

પાટણ તેમજ હારીજ પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ જતા દોડધામ મચી હતી. આ વચ્ચે પાટણ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજની મહિલા સંગઠન દ્વારા આયોજિત નારી સંમેલનમાં અચાનક તૂટી પડેલા વરસાદને લઈ કાર્યક્રમના રંગમાં ભંગ પડ્યો હતો અને વરસાદને લઈ બેઠક વ્યવસ્થા ખોરવાડી પડી હતી. મહિલાઓ વરસાદથી બચવા માથા ઉપર ખુરસી લઈ બેઠી હતી. તો કેટલીક મહિલાઓ આસપાસના સ્થળો ઉપર દોડી ગઈ હતી અને થોડીવાર માટે સમગ્ર કાર્યક્રમ ખોરવાઇ પડ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news